Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોનાનો ભાવ હાલ 59 હજાર રૂપિયા પ્રતિ 10 કિલો છે જ્યારે ચાંદીનો ભાવ 73 હજાર રૂપિયા પ્રતિ કિલોની આજુબાજુ છે. આ અગાઉ સોના અને ચાંદીમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બંને કિંમતી ધાતુઓના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઉથલપાથલ જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 356 રૂપિયાના ઘટાડા સાથે 59385 રૂપિયાના ભાવે જોવા મળી રહ્યું છે.  જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 326 રૂપિયાના કડાકા સાથે 54394 રૂપિયાના સ્તરે છે. એ જ રીતે ચાંદી જોઈએ તો હાલ ચાંદીમાં પ્રતિ કિલો 2057 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને હાલ ભાવ પ્રતિ કિલો 73369 રૂપિયાના સ્તરે છે. 


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube