Gold Rate Today: જલદી કરજો.. આજે પાછું સોનું સસ્તું થયું, ભાવમાં કેટલો થયો ઘટાડો? ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ
Latest Gold Rate: આજે વળી પાછા સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો આજનો લેટેસ્ટ રેટ ખાસ જાણો.....
કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં સોનું અને ચાંદી એકવાર ફરી તૂટતા જોવા મળ્યા છે. આ સાથે શરાફા બજારમાં પણ સોનાના ભાવ ગગડ્યા છે. જો કે ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો છે. સોનાના દાગીના કે લગડી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરી લો.
વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં આજે સોનું 230 રૂપિયાના કડાકા સાથે 75,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર જોવા મળ્યું. જે કાલે 75,760 પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 599 રૂપિયાના કડાકા સાથે 87,081 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી જે કાલે 87,680 ના ભાવ પર બંધ થઈ હતી.
MCX પર સોનાના ભાવમાં કડાકાનું કારણ ડોલરમાં મજબૂતી હોવાનું કહેવાય છે. ડોલર મજબૂત થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ તૂટ્યા છે.
રોકાણકારોને આર્થિક આંકડા એટલા વધુ પોઝિટિવ નથી લાગી રહ્યા. મોંઘવારી પર વધુ રાહત ન હોવાના કારણે ફેડરલ રિઝર્વ તરફથી થોડું સચેત વલણ જોવા મળી શકે છે. જેના કારણે આગામી રેટ કાપ આવવામાં વિલંબ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2627 ડોલરની આસપાસ જોવા મળી રહ્યું છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 259 રૂપિયા તૂટીને 75,916 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. જે કાલે 76,175 રૂપિયાની સપાટીએ ક્લોઝ થયું હતું. ચાંદીમાં જો કે આજે ઉછાળો જોવા મળ્યો. 468 રૂપિયા ઉછળીને ચાંદી 88,898 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ જે કાલે 88,430 રૂપિયાની સપાટીએ ક્લોઝ થઈ હતી.
રિટેલ ભાવ પર ફેરવો નજર
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.