Gold-Silver Price Today, 28 September 2023: સોનાના ભાવમાં આજે પણ જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં આજે MCX અને શરાફા બજાર બંનેમાં મોટો કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ સોનું ખરીદવાનું વિચારતા હોવ તો તે પહેલા 10 ગ્રામ ગોલ્ડનો ભાવ ચેક કરી લો. હાલ સોનાના ભાવમાં સતત ઘટાડો છે તો સસ્તી જ્વેલરી ખરીદવાની ઉત્તમ તક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MCX પર સોનાનો ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે પણ સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર આજે સોનું 0.18 ટકાના ઘટાડા સાથે 58180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત ચાંદી 70610 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે છે. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 529 રૂપિયાના ઘટાડા સાથે 57925 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 485 રૂપિયાના કડાકા સાથે 53059 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી 630 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ કિલો 70300 રૂપિયા જોવા મળી રહી છે. 



ઈન્ટરનેશનલ માર્કેટમાં ઉતાર ચડાવ
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો  ભાવ 1890 ડોલર પ્રતિ ઔંસના લેવલ પર છે. આ ઉપરાંત ચાંદી 22.70 ડોલર પ્રતિ ઔંસ છે. બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ફેડ રિઝર્વના ઊંચા વ્યાજ દર અંગે બહાર પાડવામાંઆવેલા નિવેદનની અસર બજારમાં જોવા મળી રહી છે. 


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube