Gold Rate: સોનું ખરીદવાનું વિચારતા હોવ તો અત્યારે જ ખરીદી લેજો...ધનતેરસ પર રોવાનો વારો ન આવે!
સોના અને ચાંદીમાં જબરદસ્ત ઉતાર ચડાવનો માહોલ છે. હાલ સોનાના ભાવ આકાશે આંબે છે. ગઈ કાલે બજારમાં સોનું 281 રૂપિયા ઉછાળા મારીને બંધ થયું હતું. 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ શરાફા બજારમાં 67 હજાર પાર પહોંચી ગયો.
સોના અને ચાંદીમાં જબરદસ્ત ઉતાર ચડાવનો માહોલ છે. હાલ સોનાના ભાવ આકાશે આંબે છે. ગઈ કાલે બજારમાં સોનું 281 રૂપિયા ઉછાળા મારીને બંધ થયું હતું. 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ શરાફા બજારમાં 67 હજાર પાર પહોંચી ગયો. બીજી બાજુ ચાંદીની ચમક પણ વધી રહી છે. ત્યારે આવામાં સોનું અને ચાંદી લેવું એ મુશ્કેલ બની રહ્યું છે એવું લાગે છે.
સોનાના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું ગઈ કાલે સાંજે 281 રૂપિયા વધીને 67252 રૂપિયા જોવા મળ્યો હતો. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 258 રૂપિયાની તેજી સાથે 61603 રૂપિયા જોવા મળ્યો હતો. ચાંદી પણ 116 રૂપિયા ચડીને પ્રતિ કિલો 74127 રૂપિયા જોવા મળ્યો.
સોનામાં કેવું જોવા મળી શકે વલણ
સોનાના વધતા ભાવ વચ્ચે કેડિયા એડવાઈઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ કહ્યું કે વર્ષ 2024માં વિશ્વની આર્થિક સ્થિતિ, ભૌગોલિક રાજકીય તણાવ તથા સાંસ્કૃતિક માંગને કારણે સોના તથા તેના દાગીનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. સોનાની માંગ ઝડપથી વધી રહી છે. જો બજારમાં કરેક્શન જોવા મળશે તો સોનાની માંગ વધશે અને વર્ષના અંત સુધીમાં મોટો ઉછાળો પણ જોવા મળી શકે. કેડિયાના જણાવ્યા મુજબ તાજેતરના સમયમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હોવા છતાં લાંબા ગાળે સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે આવશે અને ત્યાં સુધીમાં સોનાનો ભાવ 72 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી શકે છે. જેનું મુખ્ય કારણ છૂટક ખરીદી પર ભાર મૂકવાની સાથે સાથે સોનાની ખરીદી પર રિઝર્વ બેન્કનો ભાર પણ છે. બીજી બાજુ સોનાના વળતર વિશે વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં સોના પર મળી રહેલું વળતર લગભગ 13 ટકા જોવા મળ્યું છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube