Gold Rate Today 3 May 2024: છેલ્લા કેટલાક સમયથી સોનામાં જે તોફાની તેજી જોવા મળી તેના કારણે લોકો ભારે ચિંતામાં મૂકાઈ ગયા હતા કારણ કે સોનું સામાન્ય માણસોની ખરીદશક્તિની બહાર જઈ રહ્યું હતું. પરંતુ હવે સોનામાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. કાલે પણ સોનું તૂટ્યું હતું અને આજે ફરી સોનામાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે એક આશા ઊભી થઈ છે કે હવે સોનુંમાં કદાચ નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે. સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના સોનાના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનાનો ઓપનિંગ રેટ આજે મામૂલી 6 રૂપિયાના ઘટાડા સાથે જોવા મળ્યો અને સોનું 71321 રૂપિયાના સ્તરે પહોંચ્યુ પરંતુ ક્લોઝિંગ રેટમાં વધારે કડાકો જોવા મળ્યો અને ભાવ 71191 રૂપિયા પર પહોંચી ગયો. દિવસ દરમિયાન કુલ 136 રૂપિયા ભાવમાં ઘટી ગયા. ગઈ કાલે સોનાનો ક્લોઝિંગ રેટ 71327 હતો. જ્યારે 916 પ્યોરિટીવાળું એટલે કે 22 કેરેટનું 10 ગ્રામ સોનું પણ ઓપનિંગ રેટમાં 6 રૂપિયાના ઘટાડા સાથે 65330 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું. જે સાંજ પડતા ભાવ વધુ ઘટતા 65211 રૂપિયા પર પહોંચ્યું. ભાવમાં દિવસ દરમિયાન 125 રૂપિયા ઘટ્યા. 



ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં જો કે ઓપનિંગ રેટમાં વધારો જોવા મળ્યો. ચાંદીના ઓપનિંગ રેટમાં 508 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો અને ચાંદી પ્રતિ કિલો 80227 રૂપિયાની સપાટીએ પહોંચી. ગઈ કાલે સાંજે ચાંદીનો ક્લોઝિંગ રેટ 79719 રૂપિયા હતો. પરંતુ સાંજ પડતા ચાંદી પણ સસ્તી થઈ અને ભાવ પ્રતિ કિલો 79989 રૂપિયા પર પહોંચી ગયો. અત્રે જણાવવાનું કે એસોસિએશન દ્વારા દિવસમાં બે વાર સોના અને ચાંદીના ભાવ જાહેર કરાય છે. ઓપનિંગ અને ક્લોઝિંગ રેટ.

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube