Gold Rate: બજેટ પહેલા સોનાના ભાવમાં સતત ઉછાળો, જાણો કેટલું મોંઘુ થયું સોનું....લેટેસ્ટ રેટ માટે કરો ક્લિક
Gold Rate Today: છેલ્લા બે દિવસથી ચાલી રહેલી તેજી વચ્ચે આજે પણ ગોલ્ડ અને સિલ્વરના ભાવ વધ્યા છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે પણ સોના ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો હતો.
કેન્દ્રીય બજેટ રજૂ થવાને આરે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. જો કે તે પહેલા જ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી તેજી વચ્ચે આજે પણ ગોલ્ડ અને સિલ્વરના ભાવ વધ્યા છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે પણ સોના ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો હતો.
વાયદા બજારમાં ભાવ
MCX એક્સચેન્જ પર આજે સવારે 5 એપ્રિલ 2024ની ડિલિવરીવાળું સોનું 0.18 ટકા એટલે કે 113 રૂપિયાના વધારા સાથે 62480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું. જ્યારે 5 ફેબ્રુઆરી 2024ના રોજ ડિલિવરી માટેનું સોનું 0.32 ટકા 198 રૂપિયાના વધારા સાથે 62384 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું. ચાંદીના ઘરેલુ વાયદા ભાવ પણ મંગળવારે સવારે વધારા સાથે જોવા મળ્યા. 5 માર્ચ 2024ના રોજ ડિલિવર થનારી ચાંદી 0.08 ટકા એટલે કે 57 રૂપિયાની તેજી સાથે 72456 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 163 રૂપિયા ઉછળીને 62678 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 149 રૂપિયા ચડીને 57413 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 424 રૂપિયા ચડીને 71795 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube