Gold Rate Today: સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ, વળી પાછો ભાવમાં ભડકો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ
Gold Price: લગ્નગાળો આવતાની સાથે જ સોનાના ભાવમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. રેકોર્ડબ્રેક તેજી બાદ હવે ભાવમાં મિક્સ સ્થિતિ જોવા મળી રહી છે. ગઈ કાલે માતબાર ઉછાળો આવ્યા બાદ સાંજે બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ઘટાડા સાથે બંધ થયા હતા પરંતુ આજે બજાર ખુલતાની સાથે જ પાછા ભાવ વધેલા જોવા મળી રહ્યા છે.
લગ્નગાળો આવતાની સાથે જ સોનાના ભાવમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. રેકોર્ડબ્રેક તેજી બાદ હવે ભાવમાં મિક્સ સ્થિતિ જોવા મળી રહી છે. ગઈ કાલે માતબાર ઉછાળો આવ્યા બાદ સાંજે બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ઘટાડા સાથે બંધ થયા હતા પરંતુ આજે બજાર ખુલતાની સાથે જ પાછા ભાવ વધેલા જોવા મળી રહ્યા છે. ચાંદી પણ ઉછળી છે. જાણો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ....
આજનો સોના-ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 96 રૂપિયાના વધારા સાથે 62725 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. આ સાથે જ 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 88 રૂપિયાના વધારા સાથે 57456 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી પણ હાલ 224 રૂપિયાના વધારા સાથે 75924 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહી છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube