Gold Rate Today: ચાર દિવસની ચાંદની! સોનું વળી પાછું તેજીના પાટે ચડી ગયું, ભાવ જાણીને આંખો પહોળી થશે
Today Gold Rate: જો તમે સોનું અને ચાંદી ખરીદવાની તક ચૂકી ગયા તો હવે તમારે વધુ ભાવે ખરીદવા પડી શકે છે. વાયદા બજારથી લઈને શરાફા બજારમાં દરેક જગ્યાએ સોનાના ભાવ આ અઠવાડિયે વધી રહ્યા છે. આજે એટલે કે 31 જુલાઈએ સોનાના ભાવમાં વળી પાછી તેજી જોવા મળી છે.
બજેટ બાદ જે રીતે સોના અને ચાંદીના ભાવ ધડામ થયા હતા તે હવે વળી પાછા તેજીના પાટા પર ચડવા લાગ્યા છે. જો તમે એ સમયગાળા દરમિયાન સોનું અને ચાંદી ખરીદવાની તક ચૂકી ગયા તો હવે તમારે વધુ ભાવે ખરીદવા પડી શકે છે. વાયદા બજારથી લઈને શરાફા બજારમાં દરેક જગ્યાએ સોનાના ભાવ આ અઠવાડિયે વધી રહ્યા છે. આજે એટલે કે 31 જુલાઈએ સોનાના ભાવમાં વળી પાછી તેજી જોવા મળી છે. લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
વાયદા બજારમાં ભાવ
MCX પર સોનું 491 રૂપિયા રૂપિયાની તેજી સાથે 69,101 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યા હતા. ગઈ કાલે સોનું 68,610 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી 584 રૂપિયાની તેજી સાથે 83,243 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી હતી. કાલે તે 82,659 રૂપિયા પર બંધ થઈ હતી. ગત અઠવાડિયે સોના અને ચાંદી બંને 4000થી 5000 રૂપિયા જેટલું સસ્તું થયું હતું. પરંતુ આ અઠવાડિયે ત્રણ દિવસમાં ફરીથી તેમાં સારી એવી તેજી જોવા મળી છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 684 રૂપિયા ઉછળીને 69,364 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. કાલે સોનું 68,680 રૂપિયા પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 626 રૂપિયા વધીને 63,537 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. જે કાલે 62,911 રૂપિયાના સ્તરે હતું. ચાંદી પણ આજે જબરદસ્ત ઉછળી છે. ચાંદીમાં આજે 1,715 રૂપિયાનો વધારો થતા ભાવ 83,065 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. જે કાલે 81,350 પર ક્લોઝ થઈ હતી.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી.
વિદેશી બજારમાં મોંઘુ થયું
આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોનું તેજીમાં છે. અહીં મેટલ એક મહિનાના ગેઈન તરફ આગળ વધી રહી છે. સ્પોટ ગોલ્ડ 2,407 ડોલર નજીક છે. જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.1 ટકા વધીને 2,405 ડોલરના સ્તર પર ચાલી રહ્યો છે. બજારની નજર હવે યુએસ ફેડની મીટિંગના નિર્ણય પર છે. અંદાજો એવો છે કે ફેડ ચેરમેન વ્યાજ દરોને આ વખતે સ્થિર રાખશે અને સપ્ટેમ્બરમાં કાપનો સ્પષ્ટ સંકેત આપશે. માર્કેટ એક્સપર્ટ્સ માની રહ્યા છે કે જો આમ થયું તો સોનામાં વધુ તેજી જોવા મળી શકે છે.