Gold Rate Today: સોનામાં ઉથલપાથલ! આજે અચાનક આટલા ઘટી ગયા ભાવ, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Latest Gold Rate: વાયદા બજારમાં ભાવ વધી ગયો છે તો શરાફા બજારમાં ભાવ ગગડી ગયા છે. વિદેશી બજારોમાં પણ ભાવ 2 અઠવાડિયાના નીચલા સ્તરે ગગડ્યો છે. ચાંદી લગભગ 3 અઠવાડિયાના નીચલા સ્તરે આવી ગઈ છે. જાણો આજના સોના ચાંદીના ભાવ....
સોના ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. વ્યાજ દરો પર US FED ના નિર્ણયને લઈને અનિશ્ચિતતાથી બુલિયન માર્કેટમાં હલચલ છે. વાયદા બજારમાં ભાવ વધી ગયો છે તો શરાફા બજારમાં ભાવ ગગડી ગયા છે. વિદેશી બજારોમાં પણ ભાવ 2 અઠવાડિયાના નીચલા સ્તરે ગગડ્યો છે. ચાંદી લગભગ 3 અઠવાડિયાના નીચલા સ્તરે આવી ગઈ છે. જાણો આજના સોના ચાંદીના ભાવ....
ઘરેલુ બજારમાં સોનું અને ચાંદી
વાયદા બજારમાં સોનાના ભાવમાં 200 રૂપિયા વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 62703 રૂપિયા પર પહોંચી ગયો છે. ચાંદી પણ 40 રૂપિયા મજબૂત થઈને 72373 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી છે.
શરાફા બજારમાં આજનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 205 રૂપિયા ગગડીને 62809 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 187 રૂપિયા તૂટીને 57533 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. ચાંદી હાલ 947 રૂપિયા ઘટીને 71744 રૂપિયે પ્રતિ કિલો જોવા મળી રહી છે.
વિદેશી બજારમાં ભાવ
ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં ઉછાળાથી ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં દબાણ જોવા મળ્યું છે. કોમેક્સ પર સોનું 2 અને ચાંદી 3 અઠવાડિયાના નીચલા સ્તર પર ગયું છે. હાલ હળવા ઉછાળા સાથે સોનું 2051 ડોલર પ્રતિ ઔંસ પર છે. ચાંદીનો ભાવ પણ મામૂલી તેજીસાથે 23.17 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube