Gold Rate Today: જલદી કરો, અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ભાવ જાણી લેવા દોડશો!
Gold Rate 5 February 2024: સોના અને ચાંદીમાં આજે ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘરેલુ વાયદા બજારમાં પણ નરમીનું કારણ નબળા ગ્લોબલ સંકેત છે. કોમેક્સ ઉપર પણ સોનું પછડાયું છે. જેનું કારણ અમેરિકી ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં જોરદાર તેજી છે. જેના પગલે સોના અને ચાંદીમાં નરમાઈ જોવા મળી રહી છે.
Gold Rate 5 February 2024: સોના અને ચાંદીમાં આજે ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘરેલુ વાયદા બજારમાં પણ નરમીનું કારણ નબળા ગ્લોબલ સંકેત છે. કોમેક્સ ઉપર પણ સોનું પછડાયું છે. જેનું કારણ અમેરિકી ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં જોરદાર તેજી છે. જેના પગલે સોના અને ચાંદીમાં નરમાઈ જોવા મળી રહી છે. જાણો શરાફા બજાર, વાયદા બજાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ....
ઘરેલુ વાયદા બજારમાં સોનું અને ચાંદી
ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. MCX પર સોનાનો ભાવ 250 રૂપિયા તૂટીને 62901 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ પણ 278 રૂપિયા તૂટ્યો છે. પ્રતિ કિલો ભાવ 70930 રૂપિયા જોવા મળી રહ્યો છે.
શરાફા બજારમાં ભાવ
શરાફા બજારમાં સોના અને ચાંદીની વાત કરીએ તો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 517 રૂપિયા તૂટીને 62625 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે ભાવ 63142 રૂપિયા હતો. એ જ રીતે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 203 રૂપિયા ઘટીને 57635 રૂપિયા જોવા મળ્યું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 1319 રૂપિયા ગગડીને 70545 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી રહી છે.
વિદેશી બજારોમાં સોનું
ઘરેલુ બજારોની જેમ કોમેક્સ ઉપર પણ સોનું અને ચાંદી તૂટ્યા છે. કોમેક્સ પર સોનાનો ભાવ 2050 ડોલર પ્રતિ ઔંસ નીચે ગગડ્યો છે. ચાંદીનો ભાવ પણ 23 ડોલર પ્રતિ ઔંસ નીચે આવ્યો છે.
સોના અને ચાંદીમાં ઘટાડો કેમ
બુલિયન માર્કેટમાં આજે ઘટાડાનું કારણ ડોલર અને બોન્ડ યીલ્ડમાં આવેલો ઉછાળો છે. અમેરિકી 10 યર બોન્ડ યીલ્ડ 4 ટકાની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ડોલર ઈન્ડેક્સ પણ ઉછળીને 104 ને પાર પહોંચી ગયો છે. જે લગભગ 2 મહિનાનું ઉચ્ચતમ સ્તર છે. ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં મજબૂતીને અમેરિકી જોબ રિપોર્ટનો સપોર્ટ મળ્યો. જાન્યુઆરીનો જોબ રિપોર્ટ અપેક્ષા કરતા ઘણો સારો રહ્યો. આ મહિને 353000 નવી નોકરીઓ જોડવામાં આવી જ્યારે અંદાજો 185000 નો હતો.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.