Gold Rate Today: કોમોડિટી બજારમાં છેલ્લા કેટલાક દિવસથી જે સુસ્તી જોવા મળી રહી હતી તેના પર બ્રેક લાગતો જોવા મળે છે. સોનાા ભાવમાં એકવાર ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી પણ ચમકી રહી છે. આજે શુક્રવારે 5મી જુલાઈએ ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખાસ જાણો બંને કિંમતી ધાતુના લેટેસ્ટ રેટ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MCX પર સોનાના ભાવ
MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનું આજે સવારે 118 રૂપિયાની તેજી સાથે 72,485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. જ્યારે ગઈ કાલે તે 72,367 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 550 રૂપિયાની તેજી સાથે 90,580 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી જે કાલે 90,030 પર ક્લોઝ થઈ હતી. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 209 રૂપિયા ઉછળીને 72,678 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 191 રૂપિયા વધીને 66573 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું. ચાંદીની વાત કરીએ તો ચાંદી 696 રૂપિયાના વધારા સાથે આજે 90714 રૂપિયાના સ્તરે જોવા મળી જે કાલે 90018 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી. 


[[{"fid":"568346","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
ગ્લોબલ બજારોમાં પણ સોનામાં તેજી જોવા મળી છે. સતત બીજા અઠવાડિયે સોનું ચડ્યું છે. વ્યાજ દરોમાં કાપની સંભાવના મજબૂત થતા જોઈને બજારમાં પોઝિટિવ સેન્ટીમેન્ટ જોવા મળી રહ્યું છે. સ્પોટ ગોલ્ડ 0.2 ટકા ઉપર ચડીને એક અઠવાડિયાના હાઈ 2,359 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યું. યુએસ ડોલરમાં હળવો ઘટાડો નોંધાયો છે. તે 0.1 ટકા ગગડીને 2,366 રૂપિયા પર આવી ગયો. 


મોતીવાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડના વરિષ્ઠ વિશ્લેષક (જિન્સ શોધ) માનવ મોદીએ કહ્યું કે, અમેરિકામાં નબળા આર્થિક આંકડાના કારણે ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરોમાં કાપની સંભાવના વધી ગઈ છે, ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો આવ્યો છે અને ઔદ્યોગિક ધાતુઓમાં તેજી છે. જેનાથી સોનાના ભાવ એક ટકાથી વધુ વધીને બે અઠવાડિયાના ઉચ્ચસ્તર પર પહોંચ્યા છે. જ્યારે ચાંદીના ભાવમાં બે ટકાથી વધુની તેજી આવી છે. 


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.