Gold Rate Today: ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણો
નવરાત્રીના ત્રીજા દિવસે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. 24 કેરેટ અને 22 કેરેટ ગોલ્ડની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદ સહિત દેશના મહત્વના શહેરોમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ જાણો.
નવરાત્રીના ત્રીજા દિવસે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. 24 કેરેટ અને 22 કેરેટ ગોલ્ડની કિંમતમાં લગભગ 120 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 94,900 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. અમદાવાદ સહિત દેશના મહત્વના શહેરોમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ જાણો.
દિલ્હીમાં આજે સોનાનો ભાવ
24 કેરેટ સોનાની કિંમત લગભગ 77,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવો લગભગ 71,360 રૂપિયા છે.
નોઈડામાં ભાવ
24 કેરેટ સોનાનો ભાવ લગભગ 77,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 71,360 રૂપિયાની આસપાસ છે.
જયપુરમાં ભાવ
જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ 77,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આજુબાજુ છે. જ્યારે 22 કેરેટ સોનાનો રિટેલ ભાવ 71,360 રૂપિયા આસપાસ છે.
પટણામાં ભાવ
પટણામાં 24 કેરેટ સોનાનો ભાવ 77,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 71,260 રૂપિયાની આસપાસ છે.
મુંબઈમાં આજનો ભાવ
મહાનગરી મુંબઈની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ 77,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનું 71,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કોલકાતામાં ભાવ
કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ 77,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 22 કેરેટ સોનાનો રિટેલ ભાવ 71,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નાઈમાં ભાવ
મેટ્રો સીટી ચેન્નાઈની વાત કરીએ તો અહીં 24 કેરેટ સોનું 77,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 22 કેરેટ સોનું 71,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં આજનો ભાવ
આપણા અમદાવાદ શહેરની વાત કરીએ તો 24 કેરેટ સોનું 77,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 22 કેરેટ સોનું 71,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે.