Gold Rate Today: ખુશ થઈ જાઓ! સોનામાં ભાવમાં ધડાધડ ઘટાડો, ચાંદી પણ તૂટી, ફટાફટ 1 તોલા સોનાનો ભાવ જાણો
Gold Silver Latest Rate: હાલ કમૂરતા ચાલે છે અને જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે કારણ આજે ફરીથી બંને કિમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
સોના અને ચાંદીના ભાવમાં આજે સુસ્તી જોવા મળી છે. વાયદા બજાર અને રિટેલ બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર મેટલ્સ ગગડી, શરાફા બજારમાં પણ ભાવ તૂટ્યા છે. આજે સવારે બજારમાં પણ જોરદાર કડાકો જોવા મળ્યો છે. હાલ કમૂરતા ચાલુ છે અને જલદી કમૂરતા પૂરા થતા લગ્નગાળો શરૂ થશે. સોના અને ચાંદીમાં કડાકા બાદ જો તમે લેવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ચેક કરો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 556 રૂપિયા તૂટીને 76948 રૂપિયા પર પહોંચ્યુ છે. જે શુક્રવારે 77504 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં આજે 553 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ આજે 87568 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી રહ્યો છે. જે શુક્રવારે 88121 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થયો હતો.
રિટેલ ભાવ પર ફેરવો નજર
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX) પર સોનું આજે 154 રૂપિયા તૂટીને 77,163 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. જે શુક્રવારે 77,317 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યાં ચાંદી આજે 40 રૂપિયા તૂટીને 89,181 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે ગત સેશનમાં 89,221 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
ગોલ્ડ પર શું છે આઉટલૂક?
Senco Gold ના સુવાંકર સેને ઝી બિઝનેસ હિન્દી સાથે વાતચીતમાં કહ્યું કે જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે Q4 ખુબ મહત્વનો છે. શરૂઆતના ચાર મહિનામાં લગ્નથી લઈને અખાત્રીજના અવસર રહેશે. જાન્યુઆરીથી એપ્રિલમાં માંગ વધવાની શક્યતા છે. ગોલ્ડ જ્વેલરીમાં બે અલગ અલગ પ્રકારના ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. લાઈટવેટ અને બજેટ જ્વેલરીની ભારે માંગ છે. જિયોપોલિટિકલ સ્થિતિઓના કારણે ગોલ્ડના ભાવ વોલેટિલિટી જોવા મળશે. ઉપરી સ્થર પર 80000 અને નીચેના સ્તર પર 68000 નો સપોર્ટ લેવલ રહેશે. બજેટથી ઘણી આશાઓ છે. સરકારે પીએમ વિશ્વકર્મ યોજનાને મજબૂતી આપવાની જરૂર છે. સરકારની મદદથી ગ્રાહકોને સારી પ્રોડક્ટ્સ આપવાની તૈયારીઓ થઈ રહી છે.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)