ભારતીય શરાફા બજારમાં આજે 6 ડિસેમ્બર 2023ના રોજ પણ સોના અને ચાંદીમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે. જબરદસ્ત તેજી બાદ ગઈ કાલે આવેલો કડાકાનો માહોલ સોનામાં આજે પણ જોવા મળી રહ્યો છે. લગ્નગાળો શરૂ થઈ ગયો છે ત્યારે આવા સમયે જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો પહેલા ખાસ ચેક કરો કે 10 ગ્રામ શુદ્ધ સોનું અને 22 કેરેટ સોનાના હાલ શું ભાવ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતનું આ સ્થળ જેટલું સુંદર છે એટલું જ ખતરનાક, અહીં એકાંત માણવા આવે છે પ્રેમીઓ
આ પણ ખાસ વાંચોઃ  જો એ દિવસે કુતરા સામે સસલું ના લડ્યું હોત તો...આજે અમદાવાદ ના હોત! જાણો છો આ કહાની?


આજનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 21 રૂપિયા તૂટીને 62266 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ હાલ 19 રૂપિયા ગગડીને 57036 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદીમાં જોકે રિકવરીનો માહોલ જોવા મળી ર હ્યો છે. ચાંદી હાલ પ્રતિ કિલો 47 રૂપિયા ચડીને 74430 રૂપિયાની સપાટીએ છે. 



મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


આ પણ ખાસ વાંચોઃ  અમદાવાદનો કિલ્લો સવારે બનતો અને રાત્રે તૂટી જતો, બાદશાહ સામે બાબા કાંચની બોટલમાં ગયા
આ પણ ખાસ વાંચોઃ  કેમ ગુજરાતની આ જગ્યાએ કરવામાં આવ્યું રામાયણનું શૂટિંગ? ફરી ધ્યાનથી જોજો દરેક સીન


કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે. 


આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતમાં અહીં 7 અજાયબીઓ સાથે છે જંગલ સફારી, એડવેન્ચર, વોટર પાર્ક...બીજું ઘણું બધુ
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતના આ ચમત્કારી મંદિરના દર્શનથી પુરી થાય છે મનોકામના, હાજરાહજુર છે બજરંગબલી


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube