Gold Rate 7th December 2023: સતત બે દિવસ ઘટાડા બાદ હવે આજે ગુરુવારે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે તો ગોલ્ડ રેટ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હ તો. ત્યારબાદ બે દિવસ સુધી સતત ઘટાડાનો માહોલ રહ્યો. પરંતુ આજે હવે સોનાના ભાવમાં ઉછાળો છે. લગ્નગાળો ચાલતો હોવાથી સોનાના ભાવમાં ઉથલપાથલ એ ગ્રાહકો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. જાણો આજના લેટેસ્ટ ભાવ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના સોનાના લેટેસ્ટ ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 144 રૂપિયા વધીને 62285 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું હાલ 129 રૂપિયા ઉછળીને 57053 રૂપિયાની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી 702 રૂપિયા ઘટીને 73566 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે છે. આમ હાલ બજારમાં સોનું ઉછળ્યું છે જ્યારે ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 



મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube