Gold Rate Today: રક્ષાબંધન બાદ સોનાના ભાવમાં ઉથલપાથલ, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: રક્ષાબંધન બાદ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જો તમે પણ સોનાની લગડી કે દાગીના લેવાનું વિચારતા હોવ તો 10 ગ્રામ સોનાનો ભાવ ખાસ જાણી લો...
Gold Rate Today: સોનામાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે MCX પર સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો જ્યારે ચાંદી પણ સસ્તી થઈ. જ્યારે શરાફા બજારમાં તો ભાવ તેજીમાં જ જોવા મળી રહ્યો છે. હાલ તહેવારોનો માહોલ છે. હાલમાં જ રક્ષાબંધનનો તહેવાર ગયો. રક્ષાબંધન બાદ તરત સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
MCX પર સોનાનો ભાવ
MCX પર સોનાનો ભાવ જોઈએ તો 59500 ની નીચે જતો રહ્યો છે. ચાંદી પણ લગભગ 250 રૂપિયા સુધી સસ્તી થઈ. MCX પર એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 74400 રૂપિયા સુધી ગયો છે. ઘરેલુ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળવાનું કારણ ગ્લોબલ માર્કેટમાં નરમાઈ છે.
શરાફા બજારમાં પણ ઘટ્યા ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 82 રૂપિયાના વધારા સાથે 59374 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 75 રૂપિયાના વધારા સાથે 54387 રૂપિયાની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી હાલ શરાફા બજારમાં પ્રતિ કિલો 258 રૂપિયાના ઘટાડા સાથે 74403 રૂપિયાની સપાટીએ જોવા મળી રહી છે. આમ શરાફા બજારમાં ચાંદીમાં ઘટાડો તો સોનામાં મામૂલી વધારો જોવા મળ્યો છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube