આંતરરાષ્ટ્રીય બજારને પગલે ભારતીય સોના ચાંદીના બજારોમાં પણ સુસ્તીનો માહોલ છે. અમેરિકી ફેડ રિઝર્વ બેંકની પોલીસી અને આઉટલૂક બાદ વાયદા બજારમાં સતત ઘટાડો જોવા મળ્યો છે જેની સાથે સાથે રિટેલ બજારમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે. શરાફા બજારમાં સોનું અને ચાંદી ભારે કડાકામાં જોવા મળ્યા. જો કે વાયદા બજારમાં ચાંદી તો ગગડેલી જોવા મળી પરંતુ સોનું સામાન્ય તેજી સાથે જોવા મળ્યું. લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ  રેટ ચેક કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 466 રૂપિયા તૂટીને 75,547 રૂપિયા પર ખુલ્યું છે. જે કાલે 76,013 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 1,335 રૂપિયા તૂટીને 85,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ જોવા મળી જે કાલે 87,035 રૂપિયા પર ક્લોઝ થયું હતું. 



રિટેલ ભાવ પર ફેરવો નજર



વાયદા બજારમાં ભાવ
આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 50 રૂપિયાની તેજી સાથે 75,701 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે જોવા મળ્યું હતું. જ્યારે કાલે તે 75,651 રૂપિયા પર બંધ થયું હતું. ચાંદી 225 રૂપિયાના ઘટાડા સાથે 86,962 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી જે કાલે 87,187 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 


ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.