Gold Rate Today: જલદી કરજો! અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ફટાફટ જાણી લો લેટેસ્ટ રેટ
Gold & Silver Rate Today: સોના અને ચાંદીના ભાવ આકાશે આંબી રહ્યા છે. પરંતુ આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે ખુશખબર આવ્યા છે. સોનાના સતત વધી રહેલા ભાવ પર જાણે બ્રેક લાગી છે અને થોડો હાશકારો પણ અનુભવાયો છે.
Gold & Silver Rate Today: સોના અને ચાંદીના ભાવ આકાશે આંબી રહ્યા છે. પરંતુ આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે ખુશખબર આવ્યા છે. સોનાના સતત વધી રહેલા ભાવ પર જાણે બ્રેક લાગી છે અને થોડો હાશકારો પણ અનુભવાયો છે. શરાફા બજારમાં આજે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ પણ ઘટ્યા છે. પણ એકબાજુ એ પણ બીક છે કે જિયો પોલિટિકલ ટેન્શન હજુ વધી ગયું છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ છે તો સોનામાં આગળ હવે શું જોવા મળશે. આજે જે ઘટાડો જોવા મળ્યો તેવો ચાલુ રહેશે કે પછી પાછો તેજીનો માહોલ આવી જશે.
આજનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 442 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 72732 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 404 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 66623 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પણ ગગડી છે અને પ્રતિ કિલો 313 રૂપિયાના ઘટાડા સાથે હાલ ભાવ 83506 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે.
MCX પર ભાવ
15 એપ્રિલના રોજ MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સવારે કારોબારમાં જૂન કોન્ટ્રાક્ટવાળા સોનાના વાયદા ભાવ 71933 રૂપિયા સુધી પહોંચ્યા. જ્યારે મે કોન્ટ્રાક્ટવાળી ચાંદીનો વાયદા ભાવ 83329 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube