Gold Rate Today: આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ
સોના અને ચાંદીમાં સતત તેજી જોવા મળી રહી હતી પરંતુ હવે તેના પર બ્રેક લાગતી જોવા મળી રહી છે. એકવાર ફરીથી સોનામાં સુસ્તી જોવા મળી રહી છે.
સોના અને ચાંદીમાં સતત તેજી જોવા મળી રહી હતી પરંતુ હવે તેના પર બ્રેક લાગતી જોવા મળી રહી છે. એકવાર ફરીથી સોનામાં સુસ્તી જોવા મળી રહી છે. સોમવારે વાયદા બજારમાં સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીમાં કડાકો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું ડોલરમાં તેજીના પગલે નરમ પડ્યું હતું. મજબૂત ડોલરથી સોનું 10 ડોલર તૂટીને 2670 ડોલર નજીક નોંધાયું હતું જ્યારે ચાંદી 32 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ જોવા મળી હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 378 રૂપિયા ગગડીને 75,586 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જે શુક્રવારે 75,964 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે શુદ્ધ ચાંદી 516 રૂપિયા તૂટીને 91,684 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી છે. જે શુક્રવારે 92,200 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
[[{"fid":"599473","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
વાયદા બજારમાં ભાવ
ગત અઠવાડિયે પણ મોટી તેજી બાદ ગોલ્ડમાં આજે થોડી નરમાઈ છે. જો કે બજારનું સંપૂર્ણ ધ્યાન જિયોપોલિટિકલ ટેન્શન પર ટકેલું છે. આજે વાયદા બજારમાં ગોલ્ડના વાયદા ભાવમાં 83 રૂપિયાના કડાકો જોવા મળ્યો અને ભાવ 76,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે ગત ટ્રેડિંગ સેશનમાં 76,143 રૂપિયા પર ક્લોઝ થયો હતો. ચાંદી 75 રૂપિયાના કડાકા સાથે જોવા મળી અને 93,274 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર રહી જે ગત ક્લોઝિંગ 93,349 ના મુકાબલે 0.08 ટકાનો ઘટાડો છે.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.