Gold-Silver Price Today, 4 October: સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 56000 ની આજુબાજુ છે તથા ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ શરાફા બજારમાં સોનામાં ઘટાડો છે પરંતુ ચાંદીમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં ભારે ઘટાડાના કારણે ગોલ્ડનો  ભાવ 7 મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MCX પર કેટલું સસ્તું થયું સોનું?
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે સોનું સસ્તું થયું છે. આજે MCX પર ગોલ્ડ 0.18 ટકાના ઘટાડા સાથે 56827 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત ચાંદી 0.52 ટકાના ઘટાડા સાથે 67042 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે છે. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 148 રૂપિયાના કડાકા સાથે હાલ 56527 રૂપિયાના સ્તરે છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 135 રૂપિયાના કડાકા સાથે 51779 રૂપિયાના સ્તરે છે. જ્યારે ચાંદી 54 રૂપિયાના વધારા સાથે 67091 રૂપિયાના સ્તરે છે. 



7 મહિનાના નીચલા સ્તરે ભાવ
ગ્લોબલ માર્કેટમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં સોનાનો ભાવ 1815 ડોલર પ્રતિ ઔંસની પણ નીચે પહોંચી ગયો છે. ગોલ્ડનો આ 7 મહિનાનું નીચલું સ્તર છે. કોમેક્સ પર ચાંદીનો ભાવ 21.19 ડોલર પ્રતિ ઔંસ ટ્રેડ થઈ રહ્યો છે. 


આગળ પણ ઘટી શકે છે ભાવ
એક્સપર્ટ્સનું માનવું છે કે સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આગળ પણ આવનારા સમયમાં સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળી શકે છે. 


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube