Gold Rate Today: જલદી કરો...સોનું થયું ધડામ, ચાંદીમાં પણ જોરદાર કડાકો, ઘટેલા ભાવે સોનું ખરીદવું હોય તો ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ
Latest Gold Rate: સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા સમયથી ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે સોનું પછડાયું જ્યારે ચાંદી પણ સસ્તી થઈ. જો તમે લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
નવા અઠવાડિયાના પહેલા જ દિવસે એટલે કે સોમવારે આજે સોનાએ સારા સમાચાર આપ્યા છે. સોના અને ચાંદીમાં ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. વાયદા બજારમાં રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ સોમવારે સોનું ઘટાડા સાથે જોવા મળ્યું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2800 ડોલર આસપાસ જોવા મળી રહ્યું છે. શરાફા બજારમાં પણ સોનું અને ચાંદી કડાકા સાથે જોવા મળ્યા છે. ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 300 રૂપિયા તૂટીને 80,048 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. જે શુક્રવારે 80,348 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 1,355 રૂપિયા તૂટીને 89,856 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ જોવા મળી છે જે શુક્રવારે 91,211 રૂપિયાની સપાટીએ ક્લોઝ થઈ હતી.
રિટેલ રેટ પર ફેરવો નજર
વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં સવારે સોનું 186 રૂપિયા તૂટીને 79,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું જે શુક્રવારે 80,026 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 959 રૂપિયા તૂટીને 90,640 રૂપિયાની સપાટી પર જોવા મળી જે શુક્રવારે 91,599 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)