કોમોડિટી બજારમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. વાયદા બજારમાં સોનામાં તેજી જ્યારે શરાફા બજારમાં સોનું ગગડ્યું છે. જો કે સોનું હાલ શરાફા બજારમાં 68 હજારની નીચે જોવા મળી રહ્યું છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો એકવાર લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લેજો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે પણ તૂટ્યું છે, તેમાં 98 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 68,843 રૂપિયા પર પહોચ્યો છે. જ્યારે કાલે 68,941 પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 90 રૂપિયા તૂટીને 63,060 પર જોવા મળ્યું. જે કાલે 63,150 પર ક્લોઝ થયું હતું. ચાંદી આજે 559 રૂપિયા ગગડીને 78,600 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જોવા મળી જે કાલે 79,159 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી. 


[[{"fid":"577815","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX)માં સોનું આજે 55 રૂપિયાની તેજી સાથે 69,020  પર ટ્રેડ થતું જોવા મળ્યું. કાલે 68,965 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 127 રૂપિયાની તેજી સાથે 79,027 રૂપિયા પ્રતિ  કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. કાલે તે 78,900 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 


વિદેશી બજારોમાં જો કે સોનું મજબૂત જોવા મળી રહ્યું છે. અમેરિકામાં સપ્ટેમ્બરમાં ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરોમાં કાપ કરવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. ઉપરથી મિડલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે. આવામાં સોનામાં તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 0.4% ચડીને 2,399 ડોલર પર હતું જ્યારે યુએસ ફ્યૂચર્સ 0.3%ની તેજી સાથે 2,438 ડોલર પર હતું. 


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.