જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. આવતી કાલે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થવાનું છે અને આજે શેર બજારમાં અંધાધૂંધ તેજી જોવા મળી રહી છે જો કે સોના અને ચાંદીમાં મસમોટો  કડાકો જોવા મળ્યો છે. જો ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ  ચેક કરી લો કારણકે આવી તક તમને કદાચ પછી ન મળે. 


સોનાના આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ઓપનિંગ રેટમાં 951 રૂપિયાના કડાકા સાથે 72356 રૂપિયાના સ્તરથી સીધુ 71405 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું. જ્યારે 22 કેરેટ સોનું એટલે કે 916 પ્યોરિટીવાળા સોનામાં પણ 871 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને હાલ તે 65407 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube