Gold Rate 14 June 2024: સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એકબાજુ જ્યાં વાયદા બજારમાં ભાવ સામાન્ય તેજી સાથે જોવા મળી રહ્યા છે ત્યાં શરાફા બજારમાં સોનું ગગડી ગયું છે. ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો વાયદા બજાર અને શરાફા બજારના આ લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાનો આજનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 119 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને  ભાવ 71394 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. ગઈ કાલે સાંજે 71513 રૂપિયા પર ભાવ ક્લોઝ થયો હતો. 22 કેરેટ એટલેકે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ પણ 109 રૂપિયા સસ્તું થયું છે અને ભાવ 65397 રૂપિયા પર પહોંચ્યો છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં ફ્લેટ ભાવ જોવા મળ્યો છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ 292 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. ગઈ કાલે 87847 રૂપિયા ભાવ ક્લોઝ થયો હતો જે આજે 87555 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો. 



MCX પર સોનાનો ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ આજે 90 રૂપિયાની તેજી સાથે 71,225 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર જોવા મળ્યો. ગુરુવારે મેટલ 71,138 રૂપિયાના ભાવે ક્લોઝ થઈ હતી. ચાંદી પણ 217 રૂપિયાના વધારા સાથે 88,200 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જોવા મળી છે. ગઈ કાલે 87,983 પર ક્લોઝ થઈ હતી. 


આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
ગ્લોબલ બજારોની વાત કરીએ તો સોનામાં ઘટાડો જોવા મળ્યો. અમરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ડેટાના નબળા આંકડા બાદ સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. માર્કેટ એક્સપર્ટ્સ મુજબ ગોલ્ડમાં વેચાવલી આવી જેના કારણે મેટલ 1 ટકાથી વધુ ગગડી. સ્પોટ ગોલ્ડ 2,296 ડોલર પ્રતિ ઔંસ પર હતી. યુએસ ગોલ્ડ ફ્યૂચર 1.7% ગગડીને 2,315 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો હતો. એટલે સુધી કે ચાંદીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો. સ્પોટ સિલ્વર 2.8% ગગડીને 28.88 ડોલર પ્રતિ ઔંસ પર હતો. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.