Gold Price 20 June 2024: સોના અને ચાંદીના ભાવમાં આજે ફરીથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ગત અઠવાડિયે સુસ્તી રહ્યા બાદ આ અઠવાડિયે મેટલના ભાવ વધતા જોવા મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને પગલે આજે સવારે ભારતીય વાયદા બજારમાં અને શરાફા બજારમાં પણ ભાવ ચડતા જોવા મળ્યા છે. જો સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો MCX પર અને શરાફા બજારમાં શું ભાવ છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MCX પર ભાવ
ભારતીય વાયદા બાજરમાં આજે સવારે સોનું 168 રૂપિયાની તેજી સાથે 71,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. પરંતુ ત્યારબાદ તેમાં 400 રૂપિયા ઉછળતા ભાવ 72,121 પર પહોંચી ગયો. બુધવારે તે 71,732 ના સ્તરે બંધ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદી ફરી 90 હજાર પાર પહોંચી ગઈ છે. ભાવ ચડી જતા ચાંદીનો ભાવ 11 વાગ્યાની આસપાસ 90,964 ના સ્તરે જોવા મળ્યો. ગઈ કાલે ચાંદી 89,475 રૂપિયા પર બંધ થઈ હતી. 



શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે ઓપનિંગ રેટમાં 465 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને ભાવ 72169 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. ગઈ કાલે 71704 રૂપિયા પર સોનું ક્લોઝ થયું હતું. 22 કેરેટ એટલે કે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડમાં 426 રૂપિયાની તેજી સાથે ભાવ 66107 રૂપિયા પર પહોંચ્યો છે. જેના ગઈ કાલે ક્લોઝિંગ રેટ 65681 રૂપિયા હતો. 


બીજી બાજુ ચાંદીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આજે ઓપનિંગ રેટમાં ચાંદીમાં 1855 રૂપિયાનો ભડકો જોવા મળ્યો અને ભાવ 90050 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો. ગઈ કાલે ચાંદીનો ક્લોઝિંગ રેટ 88195 રૂપિયા હતો. 


આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
અમેરિકામાં નબળા રિટેલ સેલ્સ  ડેટા બાદ વ્યાજદરોમાં કાપની આશાઓ મજબૂત થવાથી ગોલ્ડની કિંમતો સ્થિર ચાલી રહી છે. સ્પોટ ગોલ્ડ 0.1 ટકાની તેજી સાથે 2,331 ડોલર પ્રતિ ઔંસ પર હતો. જ્યારે યુએસ ગોલ્ડ ફ્યૂચર 0.1 ટકા તૂટીને 2,345 ડોલર પર પહોંચ્યો. સ્પોટ સિલ્વરમાં 0.1 ટકાનો ઘટાડો થયો હતો અને તે 29.49 ડોલર નોંધાયો.


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય રજાઓના દિવસે લેટેસ્ટ ભાવ જાહેર કરાતા નથી.