Gold Rate Today: સોનું ગયું પહોંચ બહાર! આજે સોનાએ જબરદસ્ત છલાંગ લગાવી, 10 ગ્રામ ગોલ્ડનો ભાવ જાણીને છાતીના પાટિયા બેસી જશે
બે દિવસની તેજી બાજદ ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું હતું અને આજે શુક્રવારે વાયદા બજારમાં પણ તેની અસર જોવા મળી છે. કાલે તોફાની તેજી સાથે સોનું 50 ડોલર છલાંગ લગાવીને 2570 ડોલરની આસપાસ લાઈફ હાઈને સ્પર્શ્યુ હતું. જ્યારે ચાંદી 5 ટકા ઉછળીને 30 ડોલર પ્રતિ ઔંસ નીકળી હતી. ઘરેલુ બજારમાં પણ સોનું અને ચાંદી ભાગી રહ્યા છે.
કોમોડિટી અને શરાફા બજારમાં આજે જબરદસ્ત એક્શન જોવા મળ્યું છે. બે દિવસની તેજી બાજદ ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું હતું અને આજે શુક્રવારે વાયદા બજારમાં પણ તેની અસર જોવા મળી છે. કાલે તોફાની તેજી સાથે સોનું 50 ડોલર છલાંગ લગાવીને 2570 ડોલરની આસપાસ લાઈફ હાઈને સ્પર્શ્યુ હતું. જ્યારે ચાંદી 5 ટકા ઉછળીને 30 ડોલર પ્રતિ ઔંસ નીકળી હતી. ઘરેલુ બજારમાં પણ સોનું અને ચાંદી ભાગી રહ્યા છે. જાણો લેટેસ્ટ રેટ.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1,144 રૂપિયા ઉછળીને 72,945 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે જે કાલે 71,801 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 1,048 રૂપિયા છલાંગ લગાવીને 66,818 રૂપિયા પર પહોંચ્યુ છે. જે કાલે 65,770 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
ચાંદીમાં પણ ભારે તેજી જોવા મળી રહી છે. આજે ચાંદી 2,607 રૂપિયા ચડીને 85,795 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી. જે કાલે 83,188 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
વાયદા બજારમાં ભાવ
આજે સવારે વાયદા બજારમાં સોનું 396 રૂપિયા ઉછળીને 73,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. જે કાલે 72,824 પર ક્લોઝઝ થયું હતું. ચાંદી 560 રૂપિયા ચડીને 87,655 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી. જે કાલે 87,095 પર ક્લોઝ થઈ હતી.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.