Gold Silver Price Today: ફેસ્ટીવ સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘરેલુ અને ઈન્ટરનેશનલ બુલિયન માર્કેટમાં નરમી જોવા મળી રહી છે. સતત તેજી બાદ રોકાણકારો સોનામાં નફોવસૂલી કરી રહ્યા છે. મિડલ ઈસ્ટમાં તણાવની અસર સોના અને ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે. હાલ રોકાણકારોની નજર ફેડ ચેરમેન જેરોમ પોવેલની કમેન્ટ્રી પર છે. પરિણામ સ્વરૂપે ધનતેરસ પહેલા સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બુલિયન માર્કેટની સાથે સાથે શરાફા બજારમાં પણ ભાવ ગગડ્યા છે. ચેક કરો લેટેસ્ટ રેટ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MCX પર સોનાના ભાવ
ઘરેલુ વાયદા બજાર એટલે કે MCX પર સોનાનો ભાવ લગભગ 140 રૂપિયા ઘટ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 59868 રૂપિયા થયો છે. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ 800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર ચાંદીનો ભાવ 70273 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. 


ઘરેલુ બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 423 રૂપિયા ગગડીને હાલ 60117 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 388 રૂપિયા ઘટીને 55067 રૂપિયાની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં જો કે મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ ચાંદી પ્રતિ કિલો 109 રૂપિયાના ઘટાડા સાથે 70100 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે. 



આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
ઘરેલુ બજાર ઉપરાંત ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવમાં નરમી જોવા મળી રહી છે. સોનાનો ભાવ કોમેક્સ પર અઠવાડિયામાં 50 ડોલર સુધી ગગડી ગયો. જો કે 3 અઠવાડિયાના નીચલા સ્તર પર પહોંચ્યો. હાલ સોનાનો ભાવ 1950 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીની કિંમત પણ સવા એક ટકાની નબળાઈ સાથે 22.45 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે. 


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube