નવી દિલ્હીઃ ઘરેલૂ સોની બજારમાં સોમવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સોનાના ભાવમાં 194 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાથી દિલ્હીમાં સોનાનો ભાવ 50,449 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. સિક્યોરિટીઝ અનુસાર, નબળા વૈશ્વિક વલણને કારણે સોનાની કિંમતોમાં આ ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોનું 50,643 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાંદીની હાજર કિંમતોમાં સોમવારે ઘટાડો જોવા મળ્યો હતો. ઘરેલૂ બજારમાં સોમવારે ચાંદીના ભાવમાં 933 રૂપિયા પ્રતિ કિલો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા બાદ ચાંદીની કિંમત 59,274 રૂપિયા પ્રતિ 1 કિલોગ્રામ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં ચાંદી 60,207 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી. 


એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે જણાવ્યુ કે, દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં સોમવારે રૂપિયો નબળો પડવા છતાં નબળા વૈશ્વિક વલણને કારણે 194 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ભારતીય રૂપિયો સોમવારે અમેરિકી ડોલરના મુકાબલે 18 પૈસા ઘટીને 73.79 પર બંધ થયો હતો. 


Loan moratorium અવધિમાં વ્યાજમાં છૂટ પર જલદી લેવાશે નિર્ણય, કેન્દ્રએ આપ્યું આશ્વાસન


આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોમવારે સોના અને ચાંદી બંન્ને ઘટાડા સાથે ટ્રેડ કરતી જોવા મળી હતી. સોમવારે સોનાનો વૈશ્વિક ભાવ 1857 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો વૈશ્વિક ભાવ 22.70 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. 


તપન પટેલે જણાવ્યુ કે, રોકાણકારો દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી ડિબેડ અને ચીનના મુખ્ય આંકડાની રાહને કારણે સોમવારે સોનાની કિંમત દવાબમાં કારોબાર કરતી જોવા મળી હતી. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube