નવી દિલ્હી: દુનિયાભરના શેર બજારમાં ઘટાડો છે. ગત કેટલાક સમયથી રોકાણકારો બજારમાં પૈસા રોકવાનું ટાળી રહ્યા છે. સતત પ્રોફિટ બુકિંગ થઇ રહ્યું છે. જોકે કોરોના વાયરસના લીધે અનિશ્વિતતાનો માહોલ છે. એટલે જ બજારમાંથી રોકાણકારોએ હાલ અંતર બનાવી લીધું છે. એવામાં સોનું એકમાત્ર વિકલ્પ છે, જ્યાં રોકાણકારો પોતાના પૈસા બનાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાના ભાવમાં સતત ઝડપથી તેજી આવી રહી છે. સોનાના ભાવ (એપ્રિલ વાયદા) લગભગ 500 રૂપિયા ઉછળીને 44 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામને પાર પહોંચી ગયો છે. તો બીજી તરફ દિલ્હી સોની બજારમાં આ ભાવ 45,063 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર છે. કોમોડિટી માર્કેટના એક્સપર્ટનું માનવું છે કે લાંબાગાળામાં સોનાના ભાવ 50 હજાર રૂપિયા મહત્વપૂર્ણ સ્તરને તોડી શકે છે. 


ક્રૂડમાં ઘટાડાનો ફાયદો
એક્સપર્ટનું માનીએ તો ક્રૂડ ઓઇલ (Crude Oil)ના ભાવમાં 30 ટકાથી વધુનો ઘટાડા બાદ વૈશ્વિક આર્થિક વૃદ્ધિને લઇને ચિંતાજનક હાલાત છે, તેના લીધે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે ગત બે દિવસમાં ક્રૂડમાં તેજી નોંધાઇ છે. બ્રેંટ ક્રૂડ ફરીથી 38 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. પરંતુ વૈશ્વિક શેર બજાર ડાઉન રહેતાં રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણના રૂપમાં જોઇ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,680 ડોલર પ્રતિ ઔંસની પાસપાસ ચાલી રહ્યું છે. MCX ગોલ્ડ એપ્રિલ વાયદા 44,718 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ચૂક્યો છે. 


50 હજારને પાર જઇ શકે છે સોનું
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલમાં વાઇસ પ્રેસીડેન્ટ એન્ડ રિસર્ચ હેડ (કોમોડિટી તથા કરન્સી) નવનીત દમાણીનું કહેવું છે કે ઉપરી સ્તરોથી સોનાની કિંમતોમાં થોડી ફાયદો જોવા મળી શકે છે, પરંતુ લાંબા ગાળા માટે સોનામાં રોકાણથી બંપર કમાણી થઇ શકે છે. તેમનું કહેવું છે કે આગામી 10-12 મહિનામાં વાયદામાં સોનું 50 હજાર રૂપિયાના સ્તરને અડકી શકે છે. કોરોના વાયરસના લીધે સોનામાં સુરક્ષિત રોકાણ વધશે. રોકાણકારો શેર બજારમાં પૈસાકાઢીને સોનામાં સુરક્ષિત રોકાણ વધારશે. ડોલરના મુકાબલે રૂપિયો વધુ નબળો થશે. જો કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે ઉપાય કરવામાં ન આવ્યા તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધુ વધશે. 


ગત થોડા દિવસોથી સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે Coronavirusના કારણે સોનાના ભાવ 50,000 રૂપિયાને પાર જઇ શકે છે. બુલિયન માર્કેટના એક્સપર્ટ અનુસાર શેર બજાર વધુ રૂપિયાની નબળાઇનો ફાયદો સોનાને મળી રહ્યો છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જે પ્રકારે સ્થિતિ છે, તે મુજબ સોનું જલદી જ 50 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પણ પાર કરી શકે છે. સોનાએ ગત મહિને જ 44,000 રૂપિયાના સ્તરને પાર કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube