Gold-Silver Rate Today: સોનાના ભાવમાં વધારો, ચાંદીમાં પણ તેજી, જાણો આજની કિંમત
આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો મંગળવારે સોનું વધારા સાથે 1843 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી વધારા સાથે 25.28 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી હતી.
નવી દિલ્હીઃ ઘરેલૂ સોની બજારમાં મંગળવારે સોના અને ચાંદી (Gold and Silver) ના ભાવમાં વધારો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે સોનાના ભાવમાં (Gold Price) 198 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ સોનાના ભાવ 48,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. સિક્યોરિટીઝ અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તર પર કિંમતોમાં વધારાને કારણે આ તેજી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોનું 48282 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
તો ચાંદીની હાજર કિંમતોમાં (Silver Price) મંગળવારે વધારો થયો છે. ચાંદીના હાજર ભાવમાં 1008 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ તેજી બાદ ચાંદીનો ભાવ 65340 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ચાંદી આ પહેલાના સત્રમાં ચાંદી 64,332 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો મંગળવારે સોનું વધારા સાથે 1843 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી વધારા સાથે 25.28 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી હતી.
આ પણ વાંચોઃ Amazon Republic Day Sale આજથી શરૂ, મળી શકે છે 70 ટકા સુધીનું Discount
વાયદા બજારમાં સોનું
મંગળવારે સાંજે સોનાની ઘરેલૂ વાયદા કિંમતોમાં તેજી જોવા મળી હતી. એમસીએક્સ એક્સચેન્જ પર મંગળવારે સાંજે પાંચ ફેબ્રુઆરી 2021ના વાયદા સોનાનો ભાવ 0.21 ટકા એટલે કે 101 રૂપિયાની તેજીની સાથે 48,995 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય પાંચ એપ્રિલ 2021ના સોનાનો વાયદા ભાવ આ સમયે 148 રૂપિયાના વધારા સાથે 49,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
વાયદા બજારમાં ચાંદી
ચાંદીની ઘરેલૂ વાયદા કિંમતની વાત કરીએ તો મંગળવારે સાંજે તેમા પણ વધારો જોવા મળ્યો હતો. આ સમયે એમસીએક્સ પર પાંચ માર્ચ 2021ના ચાંદીની વાયદા કિંમત 611 રૂપિયાના વધારા સાથે 66040 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરતી જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube