નવી દિલ્હીઃ ઘરેલૂ સોની બજારમાં મંગળવારે સોના અને ચાંદી બંન્ને કિંમતી ધાતુઓના ભાવમાં વધારો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રાષ્ટ્રીય રાજનાધી દિલ્હીમાં મંગળવારે સોનાના હાજર ભાવમાં 514 રૂપિયાનો ઉછાળ આવ્યો છે. આ ઉછાળા બાદ સોનાનો ભાવ 48,847 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. સિક્યોરિટીઝ અનુસાર મજબૂત વૈશ્વિક વલણ અને ભારતીય રૂપિયો નબળો પડવાને કારણે સોનાના ભાવમાં આ વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સોનું પાછલા સત્રમાં 48333 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ મંગળવારે મોટો વધારો થયો છે. ચાંદીના ભાવમાં 1,046 રૂપિયાને તેજી આવી છે. આ તેજી બાદ ચાંદીનો હાજર ભાવ 63,612 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે તેના પાછલા સત્રમાં ચાંદી 62,566 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 


રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો, 15 દિવસમાં ફરીથી વધ્યા ભાવ


એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષકે જણાવ્યું કે, દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં મંગળવારે મજબૂત વૈશ્વિક વલણ અને રૂપિયામાં ઘટાડાને કારણે 514 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. બીજીતરફ ભારતીય રૂપિયો મંગળવારે યૂએસ ડોલરની તુલનામાં 8 પૈસા નબળો પડી 73.63 પર બંધ થયો હતો. 


તો આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનું મંગળવારે વધારા સાથે 1845 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. તો ચાંદી 23.16 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી. 


મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસના નવનીત દમાનીએ કહ્યુ, ડોલરના પોતાની વિરોધી મુદ્દાઓના મુકાબલે નબળા થવા અને અમેરિકા દ્વારા રાત પેકેજની જાહેરાતમાં જારી અનિશ્ચિતતાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube