Gold Rate Today: સોનામાં ભારે ઉથલપાથલ, દિવસ ઢળતા જ ઘટી ગયો ભાવ...જાણો કેટલે પહોંચ્યો 10 ગ્રામ ગોલ્ડનો રેટ
Gold Rate Today: સોનાના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે સવારે ભાવ વધેલા જોવા મળ્યા તો ક્લોઝિંગ રેટમાં ઘટાડો જોવા મળ્યો. આજે પણ બરાબર એ જ સ્થિતિ જોવા મળી છે. સવારે જ્યારે બજાર ખુલ્યું તો ભાવ વધેલા જોવા મળ્યા અને સાંજ પડતા ક્લોઝિંગ રેટમાં ભાવ ઘટતા જોવા મળ્યા.
Gold Rate Today: સોનાના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે સવારે ભાવ વધેલા જોવા મળ્યા તો ક્લોઝિંગ રેટમાં ઘટાડો જોવા મળ્યો. આજે પણ બરાબર એ જ સ્થિતિ જોવા મળી છે. સવારે જ્યારે બજાર ખુલ્યું તો ભાવ વધેલા જોવા મળ્યા અને સાંજ પડતા ક્લોઝિંગ રેટમાં ભાવ ઘટતા જોવા મળ્યા. જ્યારે ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે આજે ક્લોઝિંગ રેટમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો. સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
શરાફા બજારના આજના ક્લોઝિંગ રેટ્સ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે 334 રૂપિયાના ઉછાળા સાથે 72625 રૂપિયાના સ્તરે જોવા મળ્યો હતો. પરંતુ ક્લોઝિંગ રેટમાં 212 રૂપિયા તૂટ્યા અને ભાવ 72413 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. સોનાના ભાવની સાથે હવે તો ચાંદીના ભાવ પણ સતત ઉંચકાઈ રહ્યાં છે. જેને પગલે હવે ચાંદી ખરીદવી પણ મોંઘી બની ગઈ છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube