Gold Rate Today: ગોળ ગોળ ફેરવી રહ્યું છે સોનું! ઉતાર ચડાવ વચ્ચે આજે શું છે 10 ગ્રામ સોનાના લેટેસ્ટ રેટ...ખાસ જાણો
Latest Gold Price: ગત અઠવાડિયે સોનામાં તેજી જોવા મળ્યા બાદ હવે સોના અને ચાંદીના ભાવ સામાન્ય માણસને ચિંતામાં મૂકી રહ્યા છે. ત્યારે આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે સોનું અને ચાંદી ઉચકાયા કે પછી ગગડ્યા તે જાણવા માટે લોકોને ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે. જો કે આજે સોનું અને ચાંદી ઉતારચડાવમાં જોવા મળ્યા છે.
Latest Gold Price: ગત અઠવાડિયે સોનામાં તેજી જોવા મળ્યા બાદ હવે સોના અને ચાંદીના ભાવ સામાન્ય માણસને ચિંતામાં મૂકી રહ્યા છે. ત્યારે આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે સોનું અને ચાંદી ઉચકાયા કે પછી ગગડ્યા તે જાણવા માટે લોકોને ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે. જો કે આજે સોનું અને ચાંદી ઉતારચડાવમાં જોવા મળ્યા છે. કારણ કે વાયદા બજારમાં સવારે નરમાઈ જોવા મળી જ્યારે શરાફા બજારમાં ભાવ ઉચકાયેલા જોવા મળ્યા છે. જાણો લેટેસ્ટ રેટ...
વાયદા બજારમાં ભાવ
MCX પર સોનું 68 રૂપિયાના ઘટાડા સાથે 72,983 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું છે. જ્યારે શુક્રવારે સોનું 73,051 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. ચાંદી 259 રૂપિયાના ઘટાડા સાથે 93,295 રૂપિયાના સ્તરે જોવા મળી જ્યારે લાસ્ટ સેશનમાં તે 93,554 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 270 રૂપિયા ચડીને 72,640 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 240 રૂપિયા ઉછળીને 66,779 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે 591 રૂપિયા ચડીને 91,300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી છે.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.