Gold Rate Today: દિવાળી પહેલા ઘરેલુ  બુલિયન માર્કેટમાં ઉપરી સ્તરોથી દબાણ જોવા મળી રહ્યું છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘરેલુ માર્કેટની સાથે સાથે ગ્લોબલ કોમોડિટી માર્કેટમાં તથા શરાફા બજારમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. આ અગાઉ અમેરિકી જોબ્સ ડેટા અને FED ના નિર્ણયોના પગલે કિંમતોમાં સતત તેજી નોંધાઈ રહી હતી. કોમેક્સ પર સોનાનો ભાવ 2000 ડોલર પાર નીકળી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરેલુ બજારમાં સોનું
ઘરેલુ બજારમાં સોનું 210 રૂપિયા તૂટ્યું છે. MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 60809 રૂપિયા પર આવી ગયો છે. એ જ રીતે ચાંદીનો ભાવ પણ 100 રૂપિયાથી વધુ ગગડ્યો છે. MCX પર ચાંદી 70800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી છે. 


શરાફા બજારમાં આજનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 73 રૂપિયા ગગડીને 61002 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 67 રૂપિયાના ઘટાડા સાથે 55878 રૂપિયાની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદીમાં વધારો જોવા મળ્યો છે. પ્રતિ  કિલો 1221 રૂપિયા ઉછળીને હાલ ચાંદી 71992 રૂપિયાના સ્તરે છે. 



આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનાનો ભાવ 1990 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યો. ચાંદીની પણ એજ સ્થિતિ છે. મામૂલી ઘટાડા સાથે 23.26 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી છે. 


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube