આ અઠવાડિયે કોમોડિટી બજારમાં એકનજરે સ્થિરતા જોવા મળી રહી છે. સોનું ચડતું જોવા મળી રહ્યું છે જો કે ઉતાર ચડાવ સતત ચાલુ છે. ભારતીય વાયદા બજારમાં આજે સોનું ઓપનિંગ રેટમાં તેજીમાં જોવા મળ્યું જ્યારે ચાંદી પણ ઉછળી છે. શરાફા બજારની વાત કરીએ તો અહીં પણ ગઈ  કાલે ક્લોઝિંગમાં ડાઉન થયેલું સોનું આજે ઉચકાયેલું જોવા મળ્યું છે. જો તમે પણ દાગીના લેવાનું વિચારતા હોવ કે સોનામાં સુરક્ષિત રોકાણની શોધમાં હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયદા બજારમાં ભાવ
MCX પર સોનું 156 રૂપિયા ઉછળીને આજે 72,554 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું.  જ્યારે ગઈ કાલે તે 72,398 ના સ્તરે ક્લોઝ થયું હતું. ચાંદીમાં 88 રૂપિયાની  તેજી જોવા મળી અને તે 93,057 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. કાલે ચાંદી 92,969 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થઈ હતી. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 137 રૂપિયા ઉછળીને 72,483 રૂપિયાની સપાટીએ પહોંચ્યું, કાલે 72,346 રૂપિયા પર ક્લોઝ થયું હતું. એ જ રીતે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 125 રૂપિયા ચડીને 66,394 રપિયાની સપાટીએ જવા મળ્યું જે કાલે ક્લોઝિંગમાં 66,269 રૂપિયા પર હતું. ચાંદીની વાત કરીએ તો આજે ચાંદી 408 રૂપિયા તૂટીને 91,439 રૂપિયાની સપાટીએ પહોંચી છે જે કાલે ક્લોઝિંગ રેટમાં 91,847 રૂપિયાના સ્તરે હતી. એટલે કે શરાફા બજારમાં સોનું ભલે ચમકી ગયું પણ ચાંદીની ચમક ફીક્કી પડી છે. 


[[{"fid":"569832","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું દાયરામાં ટ્રેડ થતું જોવા મળ્યું. યુએસમાં મોંઘવારીના આંકડા પહેલા રોકાણકારો થોડા સતર્ક જોવા મળી રહ્યા છે. તેઓ વ્યાજદરોમાં કાપ પર તસવીર સાફ થવાની આશા રાખી રહ્યા છે. સ્પોટ ગોલ્ડ 0.2 ટકાની તેજી સાથે 2367 ડોલર પ્રતિ ઔંસ પર હતું. જયારે ગોલ્ડ ફ્યૂચર 0.3 ટકા તેજી સાથે જોવા મળ્યું. કારોબારી ફેડરલ રિઝર્વના ચેરમેન જેરમ પાવેલના સંસદમાં નિવેદન અને સપ્તાહ દરમિયાન આવનારા પ્રમુખ મોંઘવારીના આંકડાથી અમેરિકી વ્યાજ દરો પર વધુ સંકેતો માટે નજર રાખશે. 


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.