અઠવાડિયાના પહેલા દિવસે સોનાના ભાવમાં જબરદસ્ત ઉથલપાથલ, લેવાનું વિચારતા હોવ તો ચેક કરો લેટેસ્ટ રેટ
Gold Rate Today: અઠવાડિયાના પહેલા દિવસે 10 જુલાઈના રોજ બુલિયન માર્કેટમાં જોરદાર એક્શન છે. MCX પર સોના અને ચાંદીમાં નરમાઈ જોવા મળી છે. જો કે શરાફા બજારમાં ભાવ વધેલો જોવા મળ્યો છે.
Gold Rate Today: અઠવાડિયાના પહેલા દિવસે 10 જુલાઈના રોજ બુલિયન માર્કેટમાં જોરદાર એક્શન છે. MCX પર સોના અને ચાંદીમાં નરમાઈ જોવા મળી છે. 10 ગ્રામ સોનાનો ભાવ 142 રૂપિયા ઘટીને 58640 રૂપિયા થયો છે. જ્યારે એ જ રીતે ચાંદીનો ભાવ પણ તૂટ્યો છે. MCX પર ચાંદીનો ભાવ 209 રૂપિયા ઘટીને 71101 રૂપિયા પ્રતિ કિલો થયો છે. જો કે શરાફા બજારમાં ભાવ વધેલો જોવા મળ્યો છે. આજે બે દિવસ બાદ સોનાના જે નવા ભાવ જાહેર થયા તેમાં 62 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને હાલ ભાવ 58648 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે.
શરાફાબજારમાં મામૂલી વધારો જોવા મળ્યો
MCX માં આજે સવારે સોનામાં નરમાઈ જોવા મળી જ્યારે શરાફા બજારમાં આજે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 62 રૂપિયાના વધારા સાથે 58646 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે 995 પ્યોરિટીવાળું સોનું 62 રૂપિયા વધારા સાથે 58413 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યું છે. 916 પ્યોરિટીવાળું સોનું 57 રૂપિયાના વધારા સાથે 53722 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીમાં પણ શરાફા બજારમાં તેજી જોવા મળી છે. પ્રતિ કિલો 764 રૂપિયાના વધારા સાથે હાલ ચાંદીનો ભાવ પ્રતિ કિલો 70514 રૂપિયા જોવા મળ્યો છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોના અને ચાંદીનો ભાવ તૂટ્યો છે. કોમેક્સ પર સોનાનો ભાવ 1927 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 23.23 ડોલર પ્રતિ ઔંસ પર છે. જેની પાછળનું કારણ ડોલરમાં તેજી, બોન્ડ યીલ્ડમાં ઘટાડો અને અમેરિકી જોબ ડાટાની અસર છે.
દિવાળી સુધીમાં ક્યાં સુધી પહોંચશે સોનું
અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસના રિપોર્ટમાં LKP સિક્યુરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીને ટાંકીને કહેવાયું છે કે વર્તમાન રેટ પર સોનામાં ખરીદી જોવા મળી શકે છે. દિલ્હી સુધીમાં ફરી મોટી તેજીની આશા છે. દિવાળી સુધીમાં સોનું 62500 સુધી પહોંચી શકે છે. આ ઓલ ટાઈમ હાઈની નજીક છે. જો ફેડરલ રિઝર્વનું વલણ થોડું ઢીલું જોવા મળે તો ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં નરમાઈ આવશે. પરિણામે સોનું 64500 રૂપિયા સુધી પહોંચી શકે છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube