Gold Rate Today: દોડો દોડો...સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ખુબ સસ્તી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવ આ અઠવાડિયાના પહેલા દિવસે પોતાના નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યા હતા. પરંતુ ત્યારબાદથી ગુરુવાર સુધીમાં તેમાં ભારે ઘટાડો થઈ ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘટાડા વચ્ચે ઘરેલુ બજારમાં પણ સોનામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવ આ અઠવાડિયાના પહેલા દિવસે પોતાના નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યા હતા. પરંતુ ત્યારબાદથી ગુરુવાર સુધીમાં તેમાં મોટો ઘટાડો થઈ ચૂક્યો છે. ગ્લોબલ બજારોમાં ઘટાડા વચ્ચે ઘરેલુ બજારમાં પણ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો વાયદા બજારના હાઈથી જોઈએ તો આ અઠવાડિયાના ઘટાડા પર નજર ફેરવતા સોનું પોતાના રેકોર્ડ હાઈ 74,725 થી 1700 રૂપિયા જેટલું ગગડી ચૂક્યું છે. જ્યારે ચાંદી પણ 94,725 રૂપિયાના લેવલથી 3900 રૂપિયાથી વધુ તૂટી ચૂકી છે. આ ઉપરાંત આજે શરાફા બજારમા પણ સોના અને ચાંદીના ભાવમાં ભારે કડાકો જોવા મળ્યો છે. તો ફટાફટ રેટ જાણી લો.
શરાફા બજારમાં ઘટ્યો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈ કાલે સાંજે 74080 રૂપિયાના સ્તરે બંધ થયું હતું જે આજે 1289 રૂપિયા તૂટીને 72791 રૂપિયાના સ્તરે ભાવ જોવા મળ્યો છે. જ્યારે 22 કેરેટ સોનું એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 1180 રૂપિયા તૂટીને 66677 રૂપિયાના સ્તરે ભાવ જોવા મળી રહ્યો છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં આજે ઓપનિંગ રેટમાં 3476 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. એક કિલો ચાંદીના ભાવ આ કડાકા બાદ હવે 89410 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે.
[[{"fid":"555668","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
MCX ઉપર પણ જોવા મળ્યો ઘટાડો
ગુરુવારની સવારે MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર ગોલ્ડ 410 રૂપિયા તૂટીને 72,636 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. બુધવારે તે 73,046 રપિયા પર બંધ થયું હતું. ચાંદીએ પણ આ દરમિયાન મોટો ઘટાડો નોંધાવ્યો. MCX પર ચાંદી 1699 ગગડીને 91,314 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી. ગઈ કાલે તે 93,013 ના સ્તરે બંધ થઈ હતી.
ગ્લોબલ બજારોમાં પણ નબળાઈ
ગ્લોબલ બજારોમાં યુએસ ફેડ મિનિટ્સ આવવાની વચ્ચે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. યુએસ ગોલ્ડમાં 1.8 ટકાનો મોટો ઘટાડો આવ્યો હતો અને તે 2,377.43 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું હતું. સોમવારે કિંમતો 2,449.89 ડોલર પર પહોંચી ગઈ. યુએસ ગોલ્ડ ફ્યૂચર 1.4% તૂટીને 2,392.90 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube