નવી દિલ્લીઃ આજથી 5 દિવસ સસ્તા ભાવે મળશે શુદ્ધ સોનું! જાણો કિંમત અને ખરીદીની રીત? આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. ગોલ્ડ સ્કીમ ફરી એકવાર પૈસા કમાવવાની તક આપી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સસ્તી કિંમતે સોનુ ઓફર કર્યું છે. સરકારી Sovereign Gold Bond Scheme 2021-22 (SGB)ની નવી શ્રેણી આજથી શરૂ થઇ રહી છે. આરબીઆઈએ કહ્યું કે ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 સિરીઝ-9 આજે 10 જાન્યુઆરીએ ખુલશે અને 14 જાન્યુઆરી સુધી ખરીદી શકાશે. આ બોન્ડ માટે 4,786 રૂપિયા પ્રતિ ગ્રામની ઇશ્યૂ કિંમત નક્કી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું લોક ઈન પિરિયડ હોય છે?
બોન્ડનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે પરંતુ રોકાણકારો 5 વર્ષ સ્કીમની બહાર નીકળી શકે છે.


ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ?
કોમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.


આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી-
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ નવેમ્બર 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ ભૌતિક સોનાની માગ ઘટાડવાનો અને સોનાની ખરીદી માટે ઉપયોગમાં લેવાતી ઘરગથ્થુ બચતના હિસ્સાને નાણાકીય બચતમાં જોડવાનો હતો.


રિઝર્વ બેંકે માહિતી આપી છે કે ગોલ્ડ બોન્ડ સોમવારથી 5 દિવસ માટે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લું રહેશે એટલે કે રોકાણકારો 10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી બોન્ડમાં સબ્સ્ક્રાઇબ કરી શકશે. બોન્ડની ઇશ્યૂ કિંમત રૂ.4786 પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. તે જ સમયે તમામ અરજદારો કે જેઓ બોન્ડ માટે ઓનલાઈન અરજી કરશે અને ઓનલાઈન પેમેન્ટ કરશે તેમને રૂ. 50નું ડિસ્કાઉન્ટ પ્રતિ ગ્રામ મળશે. રિઝર્વ બેંકે માહિતી આપી હતી કે આવા અરજદારો માટે ગોલ્ડ બોન્ડની ઈશ્યુ કિંમત રૂ. 4736 પ્રતિ ગ્રામ રહેશે. અગાઉ 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર વચ્ચેના ઓપન ઈશ્યુમાં અરજદારોએ રૂ.4791 પ્રતિ ગ્રામ.ના દરે અરજી કરી હતી.


મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ શરૂ કરી છે જેના અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. તારીખોની ઘોષણા કરતા RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે. સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ દર 6 મહિને તમારા એકાઉન્ટમાં આવે છે.