Gold Rate Today: સોનું ખરીદવાની શાનદાર તક, ભાવમાં થયો ઘટાડો, ચાંદીની કિંમત પણ ઘટી
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.
નવી દિલ્હીઃ ઘરેલુ સોની બજારમાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે સોનાના હાજર ભાવ (Gold Rate Today) માં મોટો ઘટાડો થયો છે. એચડીએફસી સિક્યોરિઝીટ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સોનાના ભાવમાં 464 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ સોનાનો ભાવ 47705 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. સિક્યોરિટીઝ અનુસાર વૈશ્વિક સ્તર પર કિંમતોમાં ઘટાડાને કારણે સોનાના ઘરેલુ ભાવમાં મંદી આવી છે. ઉલ્લેખનીય છે કે તેનાથી પાછલા સત્રમાં સોનું 48169 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું હતું.
સોનાની સાથે સોમવારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં 723 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ ચાંદીનો ભાવ 70420 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. તેનાથી પાછલા સત્રમાં ચાંદી 71143 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
વૈશ્વિક સ્તર પર સોનું
બ્લૂમબર્ગ અનુસાર સોમવારે સાંજે કોમેક્સ પર સોનાનો વાયદા ભાવ 18.50 ડોલરના મોટા ઘટાડા સાથે 1861.10 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. તો સોનાનો વૈશ્વિક હાજર ભાવ 19.12 ડોલરના ઘટાડા સાથે 1858.41 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ પણ વાંચોઃ Adani Group: અદાણી ગ્રુપને મોટો ઝટકો, એક દિવસમાં ગુમાવ્યા 1.03 લાખ કરોડ રૂપિયા
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યુ- મજબૂત ડોલરને કારણે પીળી ધાતુમાં ઘટાડો થયો છે. ટ્રેડર્સ અને રોકાણકારો બુધવારે થનારી US FOMC meet થી મળનાર તાજા સંકેતોની રાહ જોઈ રહ્યાં છે.
વૈશ્વિક સ્તર પર ચાંદી
સોનાની જેમ ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે સાંજે ચાંદીનો વૈશ્વિક વાયદા ભાવ 0.26 ડોલરના ઘટાડા સાથે 27.89 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. તો ચાંદીનો વૈશ્વિક હાજર ભાવ આ સમયે 0.15 ડોલરના ઘટાડાની સાથે 27.76 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube