Gold Rate Today: સોનાના ભાવમાં મોટો કડાકો, જાણો કેટલો ઘટ્યો ભાવ અને લેટેસ્ટ રેટ
Today Gold and Silver Rate: શુદ્ધતાના આધારે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. લગ્નગાળામાં સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળતા લોકો પણ સોનું અને ચાંદી ખરીદવા માટે અધીર્યા બનતા હોય છે. ત્યારે જાણો આજના સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ....
Today Gold Rate: ભારતીય શરાફા બજારમાં આજે 23 ડિસેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવ જો કે હજુ પણ 10 ગ્રામના 54 હજારને પાર જોવા મળી રહ્યા છે. જ્યારે ચાંદીનો ભાવ 67 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. 999 પ્યોરિટીવાળા 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 415 રૂપિયા તૂટીને 54284 રૂપિયા થયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદીના ભાવ 189 રૂપિયા ઘટીને 67416 રૂપિયા છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના જણાવ્યાં મુજબ બુધવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનું 54699 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે આજે સવારે 54284 રૂપિયા સુધી આવી ગયું. આ જ રીતે શુદ્ધતાના આધારે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
શું છે ભાવ
અધિકૃત વેબસાઈટ ibjarates.com ના જણાવ્યાં મુજબ આજે સવારે 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવ 413 રૂપિયા ઘટીને 54067 રૂપિયા પહોંચી ગયો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું આજે 380 રૂપિયા ઘટીને 49724 રૂપિયા થયો છે. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 311 રૂપિયા ઘટીને 40713 રૂપિયા થઈ ગયો છે. જ્યારે 585 પ્યોરિટીવાળા ગોલ્ડનો ભાવ આજે 243 રૂપિયા ઘટીને 31756 રૂપિયા થયો છે. આ ઉપરાંત 995 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ આજે 67416 રૂપિયા થઈ ગયો છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube