અંગ્રેજી મહિનાનો 10મો મહિનો ઓક્ટોબર શરૂ થયો છે. ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. યુપીના વારાણસીમાં સોમવારે (1 ઓક્ટોબર) સોનું 300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું. જો ચાંદીની વાત કરીએ તો તેની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. તમને જણાવી દઈએ કે ટેક્સ અને એક્સાઈઝ ડ્યૂટીના કારણે સોના અને ચાંદીની કિંમત દરરોજ વધતી અને ઘટી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વારાણસીના બુલિયન માર્કેટમાં 1 ઓક્ટોબરે 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 300 રૂપિયા ઘટીને 53500 રૂપિયા થઈ ગઈ હતી. જ્યારે 30 સપ્ટેમ્બરે તેની કિંમત 53800 રૂપિયા હતી. આ પહેલાં 29 સપ્ટેમ્બરે તેની કિંમત 54050 રૂપિયા હતી. આ પહેલા 28 સપ્ટેમ્બરે તેની કિંમત 54650 રૂપિયા હતી. 27 સપ્ટેમ્બરે તેની કિંમત 54900 રૂપિયા હતી. જ્યારે 26 સપ્ટેમ્બરે તેની કિંમત 55100 રૂપિયા હતી. 25 સપ્ટેમ્બરે પણ સોનાનો ભાવ આટલો જ હતો.


મિસ કોલ કરી આ રીતે  જાણો સોનાના ભાવ
તમે દરરોજ ઘરે બેઠા બેઠા પણ સોના અને ચાંદીના ભાવ જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે


24 કેરેટની કિંમત 330 રૂપિયા ઘટી છે
22 કેરેટ સિવાય જો આપણે 24 કેરેટ 10 ગ્રામ શુદ્ધ સોનાની વાત કરીએ તો સોમવારે તેની કિંમત 330 રૂપિયા ઘટીને 57845 રૂપિયા થઈ ગઈ હતી. વારાણસીના બુલિયન બિઝનેસમેનના જણાવ્યા અનુસાર સોનું સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં અને  ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી એવી આશા છે કે તહેવારોમાં ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.


ચાંદીના ભાવ સ્થિર
સોના સિવાય જો ચાંદીના ભાવની વાત કરીએ તો તેની કિંમત 1 ઓક્ટોબરે સ્થિર રહી હતી. બજારમાં ચાંદીની કિંમત 77500 રૂપિયા પ્રતિ કિલો હતી. 30મી સપ્ટેમ્બરે તેની કિંમત આ જ હતી.જ્યારે 29મી સપ્ટેમ્બરે તેની કિંમત 77000 રૂપિયા પ્રતિ કિલો હતી. 28મી સપ્ટેમ્બરે પણ તેની કિંમત આ જ હતી. આ પહેલા 27મી સપ્ટેમ્બરે તેની કિંમત 77600 રૂપિયા હતી.જ્યારે 26મી સપ્ટેમ્બરે તેની કિંમત 79000 રૂપિયા હતી. આમ ચાંદીના ભાવ સ્થિર રહ્યાં છે. જેમાં મામૂલી વધઘટ જોવા મળી રહી છે.


આ રીતે ચેક કરો શુદ્ધતા
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube