Gold Silver Price Today: સોના અને ચાંદીમાં જોરદાર ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે સવારે ઘરેલુ વાયદા બજાર MCX પર સોનામાં મામૂલી ઘટાડો જોવા મળ્યો. જ્યારે ચાંદીમાં તેજી જોવા મળી. શરાફા બજારની વાત કરીએ તો સોના અને ચાંદી બંનેમાં ભારે તેજી જોવા મળી રહી છે. સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાનો આજનો ભાવ
MCX પર 10 ગ્રામ સોનાનો  ભાવ 59880 રૂપિયા સવારે જોવા મળ્યો જ્યારે બીજી બાજુ ચાંદી વાયદા બજારમાં પ્રતિ કિલો 60 રૂપિયા મોંઘી થઈ. એક કિલોના 73731 રૂપિયા ભાવ જોવા મળ્યો. શરાફાબજારની વાત કરીએ તો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે 59587 રૂપિયાના સ્તરે જોવા મળ્યો હતો જ્યારે આજે 373 રૂપિયા વધીને 59960 રૂપિયાના સ્તરે જોવા મળ્યો. 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 372 રૂપિયા ઘટીને 59720 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 341 રૂપિયા વધીને 54923 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. ચાંદીની વાત કરીએ તો શરાફા બજારમાં ચાંદીમાં ભારે તેજી જોવા મળી રહી છે. હાલ એક કિલો ચાંદીનો ભાવ 1560 રૂપિયા વધીને 73559 ના સ્તરે જોવા મળ્યો છે. 



મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 


આ કારે Wagonr, Swift નો ઘમંડ તોડ્યો, મે મહિનામાં લોકોએ ખરીદવા માટે કરી પડાપડી


મહિલાઓ માટે બેસ્ટ 7 બેસ્ટ business ideas, જેનાથી કરી શકો છો લાખોની કમાણી!


30000% ની તોફાની તેજી, 3 રૂપિયાના આ સ્ટોકે 1 લાખના બનાવ્યા 3 કરોડ રૂપિયા


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube