Gold Rate Today: સોનાના ભાવમાં ઉથલપાથલ, લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો લેટેસ્ટ રેટ
Gold Price 28th March: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઉથલપાથલનો માહોલ છે. ઘડીકમાં ભાવ ઉતરે છે તો ઝડપથી ચડી પણ જાય છે. બંને ધાતુઓમાં હાલમાં તેજી જોવા મળી હતી પરંતુ ત્યારબાદ ઘટાડાનો માહોલ જોવા મળ્યો અને આજે સોના અને ચાંદીના ભાવમાં મામૂલી વધારો જોવા મળી રહ્યો છે.
Gold Price 28th March: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઉથલપાથલનો માહોલ છે. ઘડીકમાં ભાવ ઉતરે છે તો ઝડપથી ચડી પણ જાય છે. બંને ધાતુઓમાં હાલમાં તેજી જોવા મળી હતી પરંતુ ત્યારબાદ ઘટાડાનો માહોલ જોવા મળ્યો અને આજે સોના અને ચાંદીના ભાવમાં મામૂલી વધારો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ 2020માં 56200નો રેકોર્ડ બનાવનારું સોનું આ વર્ષે તો 60,000ને પાર પહોંચી ગયું હતું. પરંતુ હવે ભાવ ઘટ્યા પરંતુ આમ છતાં આજે તેજીનો માહોલ છે. માર્કેટ એક્સપર્ટ આ વર્ષે દિવાળીમાં સોનાના ભાવ 65,000 રૂપિયા થઈ જાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે ચાંદીનો ભાવ પણ 80,000 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.
MCX પર સોના અને ચાંદીમાં તેજી
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર મંગળવારે સોના અને ચાંદી એમ બંનેના ભાવમાં વધારો જોવા મળ્યો. મંગળવારે સોનું 92 રૂપિયા ચડીને 58618 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 48 રૂપિયાની તેજી સાથે 70190 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થતી જોવા મળી. આ અગાઉ સોમવારે સોનું 58526 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 69926 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી.
શરાફા બજારમાં પણ તેજી
શરાફા બજારના ભાવ ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જાહેર કરવામાં આવે છે. અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે સોનાના અલગ અલગ પ્યોરિટી પ્રમાણે ભાવમાં ફેરફાર જોવા મળ્યા છે. 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 5 રૂપિયા વધીને ભાવ 58897 ના સ્તરે છે. જ્યારે 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 4 રૂપિયાની તેજી સાથે 58661ના સ્તરે છે. 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 5 રૂપિયા વધીને 53950ના સ્તરે પહોંચ્યુ છે. 750 પ્યોરિટીવાળું સોનું 4 રૂપિયા વધીને 44173ના સ્તરે છે. જ્યારે 585 પ્યોરિટીવાળું ગોલ્ડ 4 રૂપિયા વધીને 34455ના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદીમાં કિલોએ 31 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ હાલ 69400 રૂપિયા પ્રતિ કિલો છે.
(સોનાના 10 ગ્રામના ભાવ, ચાંદીનો પ્રતિ કિલો ભાવ)
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
DA વધ્યા બાદ સરકારી કર્મચારીઓ માટે વધુ એક ખુશખબર, જાણો હવે તમને શું ફાયદો થશે?
એપ્રિલ મહિનામાં 15 દિવસ બેંકો બંધ રહેશે, જાણો રજાઓની યાદી
ખિસ્સા પર વધશે બોજો, 1 એપ્રિલથી લાગૂ થશે આ 11 નિયમ, જાણો મહત્વના ફેરફાર વિશે
24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube