સોનામાં કાલે રિબાઉન્ડ જોવા મળ્યું હતું. પરંતુ આજે ગુરુવારે વાયદા બજારમાં ફરીથી સુસ્તી જોવા મળી રહી છે. સોનું ઓપનિંગ સાથે જ ઉતાર ચડાવમાં જોવા મળી રહ્યું છે. જ્યારે ચાંદીમાં આજે ચમકારો છે. બીજી બાજુ શરાફા બજારમાં સોના અને ચાંદી બંનેના ભાવ વધી ગયા છે. જો તમે સોનું કે ચાંદી લેવાનું વિચારી રહ્યા હોવ તો હજુ સમય છે નહીં તો પછી ક્યાંક જે રીતે હવે ભાવ વધ્યા છે તે જોતા  પસ્તાવાનો વારો ન આવે. ચેક કરી લો લેટેસ્ટ રેટ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિટેલ બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 275 રૂપિયા ઉછળીને 71570 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે કાલે તે 71,295 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીમાં 748 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને 82,085 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર પહોંચી ગઈ. જે કાલે 81,337 રૂપિયા પર ક્લોઝ  થઈ હતી. 


વાયદા બજારમાં ભાવ
આજે સવારે વાયદા બજાર (MCX)માં સોનું સપાટ કારોબાર કરી રહ્યું હતું અને 71,465 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. કાલે સોનું 71,466 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી 122 રૂપિયાની તેજી સાથે 83,687 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી જે કાલે 83,565 પર ક્લોઝ થઈ હતી. 


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.