Gold Rate Today: સોનું લેવાનું હોય તો ફટાફટ ભાગો, આજે તો સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો, ભાવ જાણી ઉછળી પડશો
. ભારતીય વાયદા બજારમાં અને શરાફા બજારમાં મોટા કડાકા સાથે સોના અને ચાંદી જોવા મળ્યા છે. શરાફા બજારમાં સોનું છેલ્લા બે દિવસમાં 4000 રૂપિયાથી વધુ સસ્તું થયું છે.
બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ભારે ઘટાડાની જાહેરાત બાદથી જ સોના અને ચાંદીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જે અટકવાનું નામ લેતો નથી. સોનું ગુરુવારે પણ જબરદસ્ત ઘટાડામાં જોવા મળ્યું છે. ભારતીય વાયદા બજારમાં અને શરાફા બજારમાં મોટા કડાકા સાથે સોના અને ચાંદી જોવા મળ્યા છે. શરાફા બજારમાં સોનું છેલ્લા બે દિવસમાં 4000 રૂપિયાથી વધુ સસ્તું થયું છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ....
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે ઓપનિંગ રેટમાં ફરીથી જોરદાર મોટો કડાકો જોવા મળ્યો છે. ભાવ 974 રૂપિયા તૂટીને 68,177 રૂપિયા પર પહોંચી ગયો છે. કાલે સોનાનો ભાવ 69,151 પર ક્લોઝ થયો હતો. એ જ રીતે ચાંદીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજે ઓપનિંગ રેટમાં ભાવ 3,061 રૂપિયા ગગડીને 81,801 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. કાલે ચાંદી 84,862 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં સોનું 1000 રૂપિયા અને ચાંદી 3200 રૂપિયા જેટલી તૂટી છે. MCX પર સવારે ઓપનિંગ રેટમાં સોનાનો ભાવ 1,082 રૂપિયા તૂટીને 67,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. જે કાલે 68,952 પર ક્લોઝ થયો હતો. ચાંદી 3,246 રૂપિયા તૂટીને 81,648 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી. જે કાલે 84,894 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ચડ્યું હતું. ડોલરમાં નબળાઈ વચ્ચે યુએસ સ્પોટ ગોલ્ડ 0.7 ટકા ચડીને 2,425.28 ડોલર પ્રતિ ઔંસ પર હતું. ગોલ્ડ ફ્યુચર 0.8 ટકા 2,426.60 ડોલર પ્રતિ ઔંસ પર હતું.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.