Gold-Silver Price Today, September 21: આજે સોનું અને ચાંદી બંને ગગડેલા જોવા મળ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું સસ્તું થયું છે અને શરાફા બજારમાં પણ ભાવ ગગડ્યા છે. સોનાના ભાવમાં આજે લગભગ 350 રૂપિયાથી વધુનો કડાકો જોવા મળ્યો. આ ઉપરાંત ચાંદી પણ સસ્તી થઈ. MCX પર સોનાના ભાવ 59000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ થઈ રહ્યા છે. જાણો આજનો સોના અને ચાંદીનો લેટેસ્ટ ભાવ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MCX પર સોનું થયું સસ્તું
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનું 0.57 ટકાના ઘટાડા સાથે 59065 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. આ ઉપરાંત ચાંદીનો  ભાવ પર 1.12 ટકાના ઘટાડા સાથે 72409 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર છે. 


શરાફા બજારમાં શું છે ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 62 રૂપિયાના ઘટાડા સાથે 59255 રૂપિયાના સ્તરે છે. જ્યારે 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 61 રૂપિયાના ઘટાડા સાથે 59018 રૂપિયાના સ્તરે છે. 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 56 રૂપિયા ગગડીને 54278 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 95 રૂપિયાના ઘટાડા સાથે 72109 રૂપિયાના સ્તરે છે. 



ગ્લોબલ માર્કેટમાં પણ ગગડ્યું સોનું
ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો અહીં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. કોમેક્સ પર સોનાનો ભાવ લગભગ 1 ટકા ગગડીને 1948 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે. આ ઉપરાંત ચાંદીનો ભાવ 23.45 ડોલર પ્રતિ ઔંસ પર છે. 


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube