Gold Rate Today: કોમોડિટી  બજારમાં આજે જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. સોનું સવારે મોટા કડાકા સાથે ખુલ્યું હતું અને ત્યારબાદ પણ ઘટતું જોવા મળ્યું હતું. જ્યારે ચાંદીમાં પણ નુકસાન જોવા મળ્યું હતું. બીજી બાજુ શરાફા બજારમાં પણ સોના અને ચાંદીની એ હાલત જોવા મળી છે. જાણો કેમ તૂટ્યા સોના અને ચાંદીના ભાવ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયદા બજારમાં તૂટ્યું સોનું
MCX પર સોનું 400 રૂપિયાથી વધુના ઘટાડા સાથે  ખુલ્યું હતું. પહેલા કારોબારી કલાકમાં 600 રૂપિયાથી નીચે ગગડી ગયું હતું. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી પણ 2000 રૂપિયાના કડાકા સાથે ખુલેલી જોવા મળી હતી અને પછી તો 2100ના ઘટાડા સુધી પહોંચી ગયો. વાયદા બજારો મુજબ આજે સવારે 10 વાગ્યાની આજુબાજુ સોનું 634 (-0.88%)ના ઘટાડા સાથે 71,336 પર પહોંચી ગયું હતું. ગઈ કાલે તે 71,970 પર બંધ થયું હતું. જ્યારે ચાંદી 2125 રૂપિયા (-2.35%) ના ઘટાડા સાથે 88,320 પર જોવા મળી રહી હતી. બુધવારે તે 90,445 પર ક્લોઝ થઈ હતી. 


ઘટાડા પાછળ ઈન્ટરનેશનલ બેન્ચમાર્કમાં ઘટાડો હતો. ચાંદી આંતરરાષ્ટ્રીય બજારમાં એક મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગઈ. તમામ બેસ મેટલ્સ પણ એકથી દોઢ ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા. LME કોપરમાં 100 ડોલરનું કરેક્શન આવ્યું હતું. લેડ, ઝિંક, એલ્યુમિનિયમ પણ ઘટાડા  પર હતા. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 79 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. ભાવ ગઈ કાલે 71580 પર બંધ થયો હતો જે આજે ઓપનિંગ રેટમાં 71501 પર પહોંચી ગયો. 22 કેરેટ સોનું એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ પણ 72 રૂપિયા ગગડીને 65495 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ગઈ કાલે 88192ના સ્તર પર બંધ થયેલી ચાંદી આજે 347 રૂપિયા ગગડીને 87845 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. 



ઘટાડા પાછળ શું કારણ
તેની પાછળ અમેરિકી ફેડરલ રિઝર્વ  તરફથી વ્યાજ દરોમાં આવેલી કોમેન્ટ્રી છે. વાત જાણે એમ છે કે ગત વર્ષ ડિસેમ્બરથી જ 6 રેટ કટની વાત થઈ રહી હતી. પરંતુ હવે ફેડે સંકેત આપ્યા છે કે હવે બસ એક રેટ કટ જ થશે, જેની બજારમાં નેગેટિવ અસર જોવા મળી રહી છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાલે ગોલ્ડ અને સિલ્વર ચડીને બંધ થયા હતા. પરંતુ આજે કારોબારમાં મેટલ્સનો મૂડ બગડેલો જોવા મળ્યો. વ્યાજદરોમાં કાપ ન થવાથી સોના અને ચાંદીની હોલ્ડિંગ કોસ્ટ કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ વધે છે, જો વ્યાજ દર ઘટે તો તે કોસ્ટ ઘટે છે અને ડિમાન્ડ પણ સુધરે છે. આવામાં કાપની આશંકાઓ ધૂળધાણી થતી જોવાના મળતા તેમાં વેચાવલી જોવા મળી રહી છે. 


બીજી બાજુ મેટલ્સ જે ગત મહિને રેકોર્ડ રેલી જોઈ રહ્યા હતા તે હવે ભારે કરેક્શનમાં છે. LME Copper નો હાજર ભાવ રેકોર્ડ ડિસ્કાઉન્ટ પર ચાલી રહ્યો છે. જ્યારે એલ્યુમિનિયમ પણ 17 વર્ષના ડિસ્કાઉન્ટ પર ગયું છે. હકીકતમાં મેટલ્સની ડીમાન્ડ નબળી પડી છે. ચીન તરફથી કોઈ સ્પષ્ટ તસવીર આવી રહી નથી અને તેમની અર્થવ્યવસ્થા સંલગ્ન આંકડા પણ નબળા સામે આવી રહ્યા છે. આવામાં નબળી ડિમાન્ડના પગલે મેટલ્સના ભાવમાં દબાણ જોવા મળી રહ્યું છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.