Gold Rate Today: ભારતીય બજારોમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કારણ કે વિદેશી બજારોમાં સોનાનો ભાવ ચડી ગયો છે. વાત જાણે એમ છે કે ડોલર ઈન્ડેક્સમાં નરમાઈના કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે. આ કારણે MCX ઉપર સોનું આજે સવારે 160 રૂપિયા ચડેલું જોવા મળ્યું. એ જ રીતે ચાંદી પણ 350 રૂપિયા ઉછળી. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું 2000 ડોલર પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ  થઈ રહ્યું છે. ચાંદી પણ હળવી મજબૂતાઈ સાથે 24 ડોલર પ્રતિ ઔંસને પાર પહોંચી ગઈ છે. એક્સપર્ટના જણાવ્યાં મુજબ સોના અને ચાંદીમાં આગળ તેજી જોવા મળવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોના ચાંદીના આજના ભાવ
શરાફા બજારના ભાવ  ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જાહેર કરવામાં આવે છે. અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ આજે સોનાના અલગ અલગ પ્યોરિટી પ્રમાણે ભાવમાં ફેરફાર જોવા મળ્યા છે. 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 380 રૂપિયા વધીને ભાવ 59715 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. જ્યારે 995 પ્યોરિટીવાળા ગોલ્ડમાં 379 રૂપિયાની તેજી સાથે ભાવ 59476 રૂપિયા પર પહોંચ્યો છે. 916 પ્યોરિટીવાળા 10 ગ્રામના ગોલ્ડના ભાવમાં 348 રૂપિયા વધ્યા છે અને ભાવ 54699 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. જ્યારે 750 પ્યોરિટીવાળા સોનામાં 285 રૂપિયા વધ્યા અને ભાવ 44786ના સ્તરે પહોંચ્યો. 585 પ્યોરિટીવાળા ગોલ્ડના ભાવમાં 222 રૂપિયા ચડીને ભાવ 34933 રૂપિયા થયો છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો કિલોએ 1,668 રૂપિયા વધ્યા છે અને ભાવ હાલ 71446ના સ્તરે પહોંચ્યો છે. 



(સોનાના 10 ગ્રામના ભાવ, ચાંદીનો પ્રતિ કિલો ભાવ)



મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 


જો તમે પણ બટાકાની ખેતી કરતા હોવ તો તમારા માટે આવ્યા ખુશખબર!


UPI: શું એક એપ્રિલથી UPI દ્વારા લેવડદેવડ મોંઘી થશે? NCPI એ શું કહ્યું તે ખાસ જાણો


જો તમે પણ ડિજિટલ પેમેન્ટ કરતા હોવ તો સાવધાન! QR કોડ સ્કેન કરતા થઈ જાય છે ખાતું ખાલી!


24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube