Gold Rate Today: મારી નાખ્યા! સોનામાં અંધાધૂંધ તેજી, કિંમત જાણી આંખે અંધારા આવશે, જાણો કેમ વધી રહ્યા છે ભાવ
Gold-Silver Price Today: સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. જે સ્પીડથી સોનાના ભાવ વધી રહ્યા છે તેના કારણે ટેન્શન વધી ગયું છે. કારણ કે લગ્નગાળો ચાલુ છે. સોનામાં તેજી પાછળના કારણો ખાસ જાણો.
Gold-Silver Price 4 April 2024: સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. જે સ્પીડથી સોનાના ભાવ વધી રહ્યા છે તેના કારણે ટેન્શન વધી ગયું છે. કારણ કે લગ્નગાળો ચાલુ છે. જિયો પોલીટિકલ ટેન્શનના કારણે દુનિયાભરમાં સોનાની ડિમાન્ડ ઝડપથી વધી છે. આવામાં રોકાણકારોની પહેલી પસંદ સોનું બન્યું છે. અમેરિકામાં સેન્ટ્રલ બેંકે વ્યાજ દરો ઘટાડવાનો સંકેત આપ્યો. આ બંને મુદ્દાઓએ સોનાના ભાવને અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરે ધકેલી દીધા છે.
MCX પર ભાવ
ભારતીય બજારમાં પહેલીવાર સોનું 70200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પાર પહોંચ્યું છે. MCX પર સવારે 10 ગ્રામ સોનાનો ભાવ 70,200 રૂપિયા જોવા મળ્યો. ચાંદીનો ભાવ પણ પહેલીવાર 79660 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો. જેમાં લગભગ 600 રૂપિયાની મજબૂતાઈ છે.
સોના-ચાંદીના ભાવ બેકાબૂ
જ્યારે શરાફા બજારમાં જોઈએ તો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 572 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ 69936 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે 916 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 524 રૂપિયા વધીને 64061 રૂપિયાના સ્તરે જોવા મળ્યો. ચાંદીમાં 1469 રૂપિયા વધ્યા અને પ્રતિ કિલો હાલ ભાવ 79063 રૂપિયા જોવા મળી રહ્યો છે.
https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube