Gold Rate: આજે ફરી મોંઘુ થયું સોનું, જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડની કિંમત
Gold Price: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર પણ સોના પર પડી છે. ભારતમાં મંગળવારે સતત બીજા દિવસે સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે. જ્યારે ચાંદીની કિંમત ફ્લેટ જોવા મળી છે.
Gold Rate in India: દેશમાં ફેસ્ટિવલ સીઝન રવિવારથી શરૂ થવા અને ઇઝરાયલ હમાસ વચ્ચે લડાઈએ સોનાના ભાવમાં હલચલ વધારી દીધી છે. આજે સપ્તાહના બીજા દિવસે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. ગોલ્ડના 22 કેરેટ અને 24 કેરેટ ભાવમાં 200 રૂપિયાથી 370 રૂપિયા સુધીનો વધારો પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે. 22 કેરેટ ગોલ્ડનો ભાવ 53600 રૂપિયા અને 24 કેરેટ ગોલ્ડનો ભાવ 58500 રૂપિયા ઉપર કારોબાર કરી રહ્યો છે. ચાંદીનો ભાવ ફ્લેટ રહ્યો. ચાંદી 72600 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.
10 ઓક્ટોબર 2023ના ગોલ્ડનો ભાવ
દિલ્હીમાં સોનાનો ભાવ
દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 53800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાનો ભાવ 58680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં સોનાનો ભાવ
દેશના અન્ય શહેરની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ સોનાની રિટેલ કિંમત 53700 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 58580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નઈમાં સોનાનો ભાવ
ચેન્નઈમાં 22 કેરેટ સોનું 53800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં 24 કેરેટ સોનાની રિટેલ કિંમત 58690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આ પણ વાંચોઃ 6 મહિનામાં પૈસા ડબલ, હવે 1 શેર પર 2 બોનસ સ્ટોક આપવાની કંપનીએ કરી જાહેરાત
દેશના 10 મોટા શહેરોમાં સોના ચાંદીનો ભાવ
શહેર 22 કેરેટ સોનાનો ભાવ 24 કેરેટ ગોલ્ડનો ભાવ
મુંબઈ 53650 58530
ગુરૂગ્રામ 53500 58350
કોલકત્તા 53650 58530
લખનઉ 53500 58350
બેંગલુરૂ 53650 58530
જયપુર 53500 58350
પટના 53400 58250
ભુવનેશ્વર 53650 58530
હૈદરાબાદ 53650 58530
કઈ રીતે નક્કી થાય છે સોનાના ભાવ?
સોનાની કિંમત મોટા ભાગે બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધાર પર નક્કી થાય છે. સોનાની માંગ વધે તો ભાવ વધે. ગોલ્ડની સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમતો વૈશ્વિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. ઉદાહરણ માટે જો આંતરરાષ્ટ્રીય ઇકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે, તો ઈન્વેસ્ટર સુરક્ષિત રોકાણના વિકલ્પ ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી કિંમત વધશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube